રાજકોટમાં ટીમ ઇન્ડિયાનાં ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ

રાજકોટમાં ટીમ ઇન્ડિયાનાં ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ
રાજકોટમાં ટીમ ઇન્ડિયાનાં ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ
રાજકોટમાં જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પર આવતી તા.17 જૂનનાં રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથો ટી-20 ઇન્ટરનેશનલ મુકાબલો રમાનાર છે. ભારતીય ક્રિકેટ ટીમ તા.15 મીએ બુધવારે રાજકોટ આવી પહોંચશે. કાલાવડ રોડ પર આવેલી ભવ્ય અને અતિઆધુનિક સયાજી હોટેલ ખાતે ભારતીય ટીમનો ઉતારો છે. ટીમ ઇન્ડિયાનાં સત્કાર અને ભવ્ય સ્વાગત માટે હોટેલ પર જોરદાર તૈયારીઓને આખરીરૂપ આપવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

હોટેલની મુખ્ય લોબી અને રીસેપ્શન પાસે અથવા હોટેલની બહાર ચારેતરફ લોકપ્રિય ભારતીય ક્રિકેટર વીરોનાં આદમ કદનાં ફોટા લગાડવામાં આવી રહ્યા છે અને હોટેલને રોમાંચક રીતે શણગારવામાં આવી રહી છે. રાત્રે આખી હોટેલ રોશનીથી ઝણહણા થઇ ઉઠશે. હોટેલ દ્વારા ખેલાડીઓની માંગ મુજબ અને ક્રિકેટ બોર્ડ દ્વારા અપાયેલા મેનુંનાં લીસ્ટ મુજબ ભાવતી વાનગીઓ બનાવવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રસપ્રદ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવનાર છે. ખેલાડીઓનાં રૂમને એકદમ સેનીટાઈઝ કરવામાં આવ્યા છે અને શણગારવામાં આવ્યા છે.

ટીમનું ગુજરાતી પરંપરાથી સ્વાગત કર્યા બાદ સવારે ગાંઠીયા- જલેબી પીરસવામાં આવશે અને સાંજે વિખ્યાત ઘૂઘરા આપવામાં આવશે. ડીનરમાં રાજસ્થાની ફૂડ, ઘેવર રબડી, કૈર સાંગરી, દાલ-બાટી, ઇન્દોરી ચાટ અપાશે. બરોડાથી ખાસ આવેલા મહારાજ સ્પેશિયલ વઘારેલો રોટલો બનાવશે. દક્ષિણ આફ્રિકાનાં ખેલાડીઓને સ્પેશિયલ રુઈબુશની ચા સાથે ગાંઠીયા અને ઢોકળા પણ રાખવામાં આવશે. નાસ્તામાં એલર્જી મુક્ત બ્રેડ અને પાસ્તા અપાશે. ડીનરમાં આફ્રિકી ખેલાડીઓને ગ્રિલ્ડ બ્રોકોલી, બ્રાઉન રાઈસ, રોસ્ટેડ વેજીટેબલ, રીસોટ રાઈસ, હર્બ રાઈસ, ડ્રાઈફ્રુટ, બ્રેડ અને ટ્રિપલ સલાડ વગેરેનું મેનુ છે.

Read About Weather here

એમને નાસ્તામાં ફ્રેંચ ટોસ્ટ, ઇન્ટરનેશનલ ચીઝ, ફ્લેવર્ડ મિલ્ક, પાનકેક, પ્રોટીનબાર અને લો ફેટનું ગ્રીક દહીં આપવામાં આવશે. હોટેલની બહાર હાર્દિક પંડ્યા, ચહલ વગેરેનાં ફોટા અને આફ્રિકી ખેલાડીઓનાં ફોટા લગાડાયા છે. ગરબા અને ફૂલમાળાથી બંને ટીમોનું સ્વાગત કરાશે. ભારતીય શુકાની રિષભપંત માટે રાજસ્થાની રોયલ ટીમનો સ્યુટ સજાવ્યો છે. આફ્રિકી સુકાની બાઉમાં માટે પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ રખાયો છે. દરેક રૂમમાં હાર્દિક પંડ્યા અને ચહલનાં ફોટાવાળા તકીયા, વેલકમ પ્લેટર, હાઈસ્પીડ ઇન્ટરનેટ અને ટીવીસેટ રખાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here