રાજકોટમાં ચોરીની હેટ્રીક: ઠંડીમાં શહેરીજનો સુઇ જાય છે, તસ્કરો જાગે છે

રાજકોટમાં ચોરીની હેટ્રીક: ઠંડીમાં શહેરીજનો સુઇ જાય છે, તસ્કરો જાગે છે
રાજકોટમાં ચોરીની હેટ્રીક: ઠંડીમાં શહેરીજનો સુઇ જાય છે, તસ્કરો જાગે છે

શહેરના મુખ્ય માર્ગ તેમજ ચોકમાં રોજ બેસતી પોલીસ ઠંડીમાં ગાયબ!?, પેટ્રોલિંગ પણ નહીંવત, અસામાજિક તત્વો અને તસ્કરો માટે મોકળું મેદાન: ચર્ચા
રાત પડતા જ દારૂડિયાઓ, લુખ્ખાઓ બહાર નિકળી જાય છે: સતત ત્રિજા દિવસે ચોરીના ત્રીજા બનાવથી પોલીસ સફાળી જાગી
શહેરમાં ચોરીની ફરિયાદ રોજ પોલીસ ચોપડે નોંધાઇ છે. તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. જેના કારણે લૂંટ, મારામારી, ચોરીના અને હત્યા જેવા ગંભીર બનાવો રાત પડે ને કેમ બને છે: અનેક સવાલો

હાલ શહેરમાં રાત્રી કર્ફ્યું હોવા છતાં વિવિધ વિસ્તારોમાં કર્ફ્યુંમાં પોલીસને બદલે ફરજ ઉપર માત્ર હોમગાર્ડના જવાનો જોવા મળે છે. રાત્રી કર્ફ્યુંની જેના ઉપર જવાબદારી છે, તે પી.આઇ. કે પી.એસ.આઇ. ક્યાંય જોવા મળતા જ

Visit Saurashtra Kranti Homepage here

નથી રાતની ડ્યુટી કરતાં અધિકારીઓ માત્ર ચોપડે હાજરી પૂરી એકાદ વખત જીપમાં આંટો માયો બાદ આરામ ફરમાવા ચાલ્યા જતાની ચર્ચાએ જોર પકડ્યું છે. આળસુ પોલીસ તંત્રના કારણે રાજકોટમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે.

છેલ્લા ઘણા દિવસથી રાતે ચોરીના સતત બનાવો બની રહ્યા છે.શહેરમાં ચોરીની ફરિયાદ રોજ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. જેના કારણે મારામારી, ચોરીના અને હત્યા જેવા ગંભીર બનાવો રાત પડે ને બને છે.

છતાંય રાજકોટ પોલીસ આળસ મરડતી નથી. શહેરના મુખ્ય વિસ્તારોમાં રાત્રી કર્ફ્યું જેવું કશું દેખાતું નથી. પોલીસ કર્મચારીઓની ઘરે હાજરી અને પોલીસ ચોકીઓ પણ સુની સુની બની ગઈ છે.

જેમની જવાબદારી છે તેવા અધિકારીઓ ઘરે બેસી મોબાઇલ ફોન ઉપર પોતાની ફરજ બજાવે છે. તેવું પોલીસ સૂત્રોમાં જ ચર્ચાઇ રહ્યું છે.રાજકોટ શહેરમાં લુખ્ખાઓ, બુટલેગરો સક્રીય થઇ ગયા છે.

જેનું એક માત્ર કારણ છે રાજકોટ પોલીસની કમજોરી, આમ જનતાને કાયદાનું ભાન કરાવતી શહેરની પોલીસ લુખ્ખાઓ, બુટલેગર, આવારા તત્વો, વ્હાઇટ કોલર ગુંડાઓ સામે કેમ કડક પગલા લેતી નથી તેવી લોકોમાં તરહ તરહની ચર્ચાઓ શરૂ થઇ છે.

રાજકોટ પોલીસમાં રાત પડતા જ દારૂડિયાઓ, લુખ્ખાઓ બહાર નિકળી જાય છે. તેનું કારણ જાણવાની કોશિશ કરી તો રાતે શહેર જાણે રામભરોસે મૂકાય છે. રક્ષણ કરવાની જેની જવાબદારી છે

તે જવાબદાર પોલીસ તંત્ર રાત્રે કર્ફ્યુંમાં શોધ્યા પણ જડતાં નથી પોલીસની એ લાપરવાહીને કારણે ચોરીના બનાવો વધી રહ્યા છે.શહેરના સત્યસાઈ રોડ ઉપર બે દિવસ પૂર્વે ફિલ્મ સ્ટુડિયોમાં થયેલી ચોરીની ઘટના બાદ બીગ બઝાર નજીક આવેલ દેવજીંગ ઇન્ફાસ્ટ્રકચર પ્રાઇવેટ લી. અને આદિત્ય કોર્પોરેશનની ઓફીસના શટર ઉચકાવી તસ્કરો દોઢ લાખની રોકડ અને લેપટોપ તેમજ બે મોબાઈલ ચોરી ગયા હતા.

ત્યારે આજે વધુ એક ચોરીનો બનાવ બનતા શહેરમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ગઇકાલે ભગવતીપરા મેઇન રોડ દરગાહ પાસેના મકાનના તાળા તુટ્યા છે. ત્યાના રહેવાસી નુરમહમદભાઇ રવાણીએ જણાવ્યું હતું કે હાલમાં જ નવા મકાનમાં અહી રહેવા આવ્યા છીએ

અને મકાનના દરવાજાના તાળા તોળી નાખ્યા હતા અને અંદર રૂમનું પણ તાળુ તોળીને ગોઠવેલ સામાનને અસ્ત વ્યસ્ત કરી નાખ્યો હતો તેમજ કબાયના પણ લોક અને તીજોરી તોળી નાખી હતી.

પરંતુ હાલમાં જ ઘર બદલાવેલ હોવાથી કઇ મુદામાલ ચોરને હાથે ન લાગતા ખાલી હાથે જવાનો વારો આવ્યો હતો અને ગુસ્સામાં આવીને પડેલ કપડા અને વસ્તુઓ અસ્તવ્યસ્ત કરીને ચાલ્યા ગયા હતા.

Read About Weather here

બનાવ અંગે બી-ડીવીઝન પોલીસને જાણ કરી હોવાનું મકાન માલીક નુરમહમદભાઇ રવાણીએ જણાવ્યું હતું. પરંતુ બી-ડીવીઝન પીએસઓનો સંપર્ક કરતા તેઓને આ બનાવની કંઇ ખબર ન હોવાનું જણાવ્યું હતું.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here