રાજકોટમાં ગાંડીવેલનો ભરડો, કરોડોના લીધેલ મશીન ક્યાં ગયા??

રાજકોટમાં ગાંડીવેલનો ભરડો, કરોડોના લીધેલ મશીન ક્યાં ગયા??
રાજકોટમાં ગાંડીવેલનો ભરડો, કરોડોના લીધેલ મશીન ક્યાં ગયા??

ગાંડી વેલના ફેલાવાના કારણે જાણે લીલી ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય દેખાય છે: ગાંડીવેલના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો: લોકો ત્રાહિમામ
ગત વર્ષ ગાંડી વેલ કાઢવા માટેનો લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો અત્યારે હાલત જૈસે થૈ જેવી!
રાજકોટની આજી નદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટેના મશીનોને ફ્લેગ અપાયો હતો
આજી નદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનોને તા. 01-01-2021 ના રોજ ફ્લેગ આપેલ તે વખતની તસવીરો

શહેરમાં નદીઓની અવદશા એ લોકો માટે ચિંતાનો વિષય છે. આજી નદીના શુદ્ધિકરણની વાતો કરી એ યોજના અભેરાઈ પર ચડાવી દેવાઈ છે. પરંતુ તંત્રએ આજી નદી સાથે શહેરની અને ભાગોળેથી પસાર થતી અન્ય નાની-મોટી નદીઓના શુદ્ધિકરણનું પણ વિચારવું જોઈએ. નદી પર નજર કરીએ એટલે પાણી કરતા વધુ ગાંડી વેલ ઉગી નીકળી છે.
ચોમાસુ આવે એટલે ગાંડી વેલ ઓકટોપશની જેમ ભરડો લેવા લાગે છે. ગત વર્ષે તો યાર્ડમાં ગાંડી વેલના કારણે થયેલા મચ્છરોના ઉપદ્રવના લીધે યાર્ડના વેપારીઓ અને યાર્ડમાં જસણી વેંચવા આવતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ધોડા દિવસે ટબ્બા ટબ્બા જેવા મચ્છરો યાર્ડના વેપારીઓ અને ખેડૂતોને ઢીંમચા કરી નાખતા હતા. મચ્છરજન્ય રોગચાળાના ફફડાટથી યાર્ડના વેપારીઓને આંદોલન કરવાની ફરજ પડી હતી. રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આઠ દિવસ સુધી આંદોલન ચાલ્યુ હતુ. રસ્તા રોકો આંદોલન સુધી યાર્ડના વેપારીઓ રોષે ભરાયા હતા.આજી નદીમાં ફરી એકવખત ગાંડી વેલે અજગરભરડો લીધો છે. ગત વર્ષે ગાંડી વેલ દૂર કરવા માટે લાખો રૂપિયાનો જે ખર્ચ થયો હતો એ બધો જ ખર્ચ પાણીમાં ગયો છે.

Read About Weather here

મચ્છરોના ઉપદ્રવ પાછળ બાજુમાં જ આવેલી નદીમાં ગાંડીવેલનું કારણ જવાબદાર છે. ગતવર્ષે ગાંડીવેલ કાઢવા માટે મશીનરી મુકવામા આવી હતી. ખાનગી જેસીબી પણ મુકવામા આવ્યા હતા. પણ હાલમાં ફરી પહેલા જેવી સ્થિતી થઇ ગઇ છે. અને ગાંડીવેલે સામ્રાજ્ય જમાવી દિધુ છે. ત્યારે નદીઓને સ્વચ્છ કરવાની ઝુંબેશ તંત્રએ શરૂ કરવી જોઇએ.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here