રાજકોટમાં ખાનગી સંસ્થાના સ્વીમીંગ પુલમાં ડૂબી જતા કિશોરનું મોત

રાજકોટમાં ખાનગી સંસ્થાના સ્વીમીંગ પુલમાં ડૂબી જતા કિશોરનું મોત

તરણની તાલીમ આપતા આવા સ્થળો પર સુરક્ષાનાં ઉપાયો સામે પ્રશ્નાર્થ

તાલીમ લેવા આવતા નવોદિતોની શીખાવની સુરક્ષા અંગે ગંભીર બેદરકારી

એમરાલ્ડ સ્વીમીંગ પુલમાં બનેલી ઘટનાથી વાલી વર્ગમાં ચિંતાની લાગણી

રાજકોટ શહેરમાં ફિટનેશ માટેની ઘેલછાને કારણે લોકો એમના સંતાનોને સ્વીમીંગ એટલે કે તરણ શીખડાવવા માટે શહેરમાં અલગ-અલગ સ્વીમીંગ પુલમાં નામ નોંધાવે છે. આવા સ્વીમીંગ પુલમાં તાલીમ દરમિયાન સુરક્ષામાં કેટલી ગંભીર બેદરકારી બતાવવામાં આવી રહી છે. તેની પોલ ખોલી નાખી ગંભીર ઘટના આજે રાજકોટમાં બની છે. રાજકોટનાં ખાનગી સંસ્થા સંચાલિત સ્વીમીંગ પુલમાં ડૂબી જવાથી 13 વર્ષની વયનાં એક કિશોરનું એક તરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં કાલાવડ રોડ પર આવેલા એમરાલ્ડ ક્લબનાં સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ શીખવા માટે આવતા મૌર્ય વિઠ્ઠલાણી નામના માસુમ તરૂણનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્વીમીંગ શીખી રહેલો આ તરૂણ ડૂબવા સામે રક્ષણ આપતી ટ્યુબમાંથી અચાનક બહાર સરકી ગયો હતો. પરિણામે પાણીમાં ડૂબી જવાથી તરૂણ રીતે મૃત્યુ થયું હતું.

રાજકોટમાં ખાનગી સંસ્થાના સ્વીમીંગ પુલમાં ડૂબી જતા કિશોરનું મોત રાજકોટ

આ ઘટનાને પગલે તરૂણનો પરિવાર શોકાતુર બની રહ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ધસી ગઈ હતી. ઘટના કઈ રીતે બની, બાળક કઈ રીતે ટ્યુબમાંથી નીકળી ગયો, એ સમયે સ્વીમીંગ કોચ હાજર હતો કે નહીં, બાળક પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે કેમ કોઈ બચાવવા આવ્યું નહિ, કોઈનું ધ્યાન કેમ ન ગયું એ તમામ મુદ્દાઓની ઊંડી અને સઘન તપાસ કરવાનું જરૂરી બન્યું છે.

ખાનગી ધોરણે ઠેર-ઠેર આવા કેટલાક સ્વીમીંગ પુલ રાજકોટમાં ખોલી નાખવામાં આવ્યા છે. અહીં વાલીઓ હોશે-હોશે એમના સંતાનોને સ્વીમીંગ શીખવા કોચનાં ભરોસે મૂકી જતા હોય છે. ઘણી વખત એવી ફરિયાદો પણ સાંભળવા મળી છે કે બાળકને ટ્યુબમાં બેસાડીને કહેવાતા નિષ્ણાંત કોચ બે ધ્યાન થઇ જતા હોય છે અને શીખાવ તારકને ભગવાન ભરોસે મૂકી દેતા હોય છે.

આ ઘટના ઉપર પણ કોઈ ઢાંકપીછ્ડો કરી નાખવામાં ન આવે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ કરવી જોઈએ અને વાલીઓએ પણ જાગૃત રહીને તપાસને નક્કર દિશા તરફ લઇ જવી જોઈએ. એમરાલ્ડની ઘટના ખૂબ જ દુઃખદ અને ગંભીર છે.

Read About Weather here

તેની ઉપરછલી તપાસ કરીને વીંટલો વાળી દેવાનું કમનશીબ રહેશે. આ ઘટનામાં જે કોઈ જવાબદાર હોય તેની સામે કાયદા મુજબ આકરામાં આકરા પગલા લઇ કાયદા મુજબ દોષિતોને દંડીત કરવા જોઈએ એવી ઉગ્રલોક લાગણી પ્રવર્તી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here