રાજકોટમાં કોરોના બ્લાસ્ટ: કોપર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં એકસાથે 10 લોકો પોઝિટિવ

RAJKOT-CORONA-BLAST-રાજકોટ
RAJKOT-CORONA-BLAST-રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

રાજકોટ મનપાની આરોગ્ય શાખાની ટીમો દ્વારા 140 ફલેટ ધારકોની ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે. શહેરના પોશી વિસ્તાર ગણાતા સાધુ વાસવાણી રોડ પર આવેલા કોપર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં એકસાથે 3 પરિવારના 10 લોકો કોરોના સંક્રમિત બન્યા છે. એકસાથે આટલા કેસ આવતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના અધિકારીઓ દોડી ગયા છે. મનપાની આરોગ્ય ટીમ દ્વારા 140 ફ્લેટ ધારકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 16 માર્ચે પ્રથમ કેસ નોંધાયો હતો. બપોરે આ અંગે કોર્પોરેશન સત્તાવાર આંકડો જાહેર કરશે. હાલ સૂત્રો દ્વારા આ આંકડો જણાવવામાં આવ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં 17252 કેસ નોંધાયા છે. શહેરમાં 24 કલાકમાં 2 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે.

Read About Weather here

રાજકોટમાં હાલ અલગ અલગ હોસ્પિટલમાં 324 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 67 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાત્રી કર્ફ્યૂ શરૂ થયાના દસ જ મિનિટ બાદ જ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જરૂરી કામ વગર બહાર નીકળેલા 64 લોકો સામે જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here