રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેર સામે કલેકટર તંત્ર સજ્જ

રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેર સામે કલેકટર તંત્ર સજ્જ
રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેર સામે કલેકટર તંત્ર સજ્જ

13 હજાર બેડ ઉપલબ્ધ: ઓક્સિજનના 24 પ્લાન્ટો પણ તૈયાર : આઈએમએ બાદ ખાનગી ડોકટરો સાથે પણ મિટીંગ કરી દવા-ઈન્જેકશન સહિતની માહિતી મેળવાશે
કલેકટર કચેરીમાં કોવિડ વોરરૂમ શરૂ કરાશે, બેડ, ઓક્સિજન, હોસ્પિટલ અંગેની માહિતી મળશે: સરકારીમાં 7 હજાર અને ખાનગી હોસ્પિટલમાં 5990 બેડ ખાલી
કોરોનાના સામાન્ય લક્ષણ આવશે તો સૌ પ્રથમ નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી સારવાર મળશે જો કોરોનાની વધુ અસર હશે તો જ હોસ્પિટલમાં એડમીટ કરાશે
રાજકોટ જીલ્લામાં 50 અને શહેરમાં 23 ધન્વંતરી રથો દોડાવાશે, જીલ્લામાં 12 આરોગ્ય 104 ની વાન દોડાવામાં આવશે: જો જરૂર પડશે તો 24 ખાનગી એમ્બ્યુલન્સ અને 108ની સેવાનો પણ લાભ લેવામાં આવશે
ગભરાશો નહીં પરંતું સાવચેતી જરૂર રાખીએ અને માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરીએ અને ભીડથી બચીએ: કલેકટર અરૂણ મહેશ બાબુ
630 વેન્ટિલેેટર સરકારી હોસ્પિટલમાં: સૌ.યુનિવર્સિટી ખાતે આરટીપીસીઆર લેબ પણ તૈયાર, જરૂર પડયે શરૂ કરાશે: મેડીકલ એસો.સાથે પણ મિટીંગ કરાશે
રાજકોટમાં યોજાનાર પતંગોત્સવ રદ થવાની પુરી શક્યતા

ગુજરાત સહિત દેશભરમાં ધીમે ધીમે કોરોનાના કેસો વધતા જાય છે. જેના પગલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર સહિતના તંત્રો એકશન મોડમાં આવી ગયા છે. અને આગામી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2265 કેસ સામે આવતા સંભવિત ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં કેસ 424 તો વડોદરામાં 94 કેસ અને રાજકોટમાં 57 કેસ સામે આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગાંધીનગરમાં 35 તો જામનગર 23 કેસ કોરોનાના સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે. રાજ્યમાં આજે 8.73 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.13 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી આજે 5.78 લાખ બાળકોને કોરોના રસીની કવચ આપી દેવાયું છે. સારી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 98.85% સુધી પહોંચી ગયો છે.

રાજકોટમાં પણ દિવસેને દિવસે કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેના લીધે રાજકોટ કલેકટર સહિતનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અને ત્રીજી લહેર શરૂ થાય તે પહેલા તંત્ર સજ્જ બન્યું છે. કલેકટરે પોતાના તમામ પ્રાંત-મામલતદારો-સ્ટાફને સાબદા કરી ધડાધડ પગલા લેવાનું શરૂ કર્યુ છે. કલેકટરના નિર્દેશ મુજબ જીલ્લામાં બાળકોને અને બીજો ડોઝ લેવામાં બાકી રહી ગયા હોય તેવા તમામ માટે વેક્સિનેશન ઝડપી બનાવાયુ છે.

આજે ઈન્ડીયન મેડીકલ એસો.ના ટોચના હોદેદારો સાથે મીટીંગ યોજી હતી. જેમાં સ્કૂલો, કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ, દવા, ઈન્જેકશન, કેસોની તીવ્રતા વિગેરે બાબતે મંતવ્યો લેવાયા હતા. હવે ખાનગી ડોકટરો સાથે પણ કલેકટર મિટીંગ યોજશે. કલેકટરે જણાવ્યુ હતુ કે હાલ રાજકોટ-જીલ્લામાં 13 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. સીવીલ સહિત 22 જેટલી સરકારી હોસ્પીટલોમાં ઓકસીજન પ્લાન્ટ પણ તૈયાર છે. દવા, ઈન્જેકશનનો હાલ પુરતો સ્ટોક છે. ડોકટર, મેડીકલ સ્ટાફ પણ ઉપલબ્ધ છે.

કલેકટરે પત્રકારોને વધુમાં જણાવ્યું હતુ કે, કલેકટર કચેરી ખાતે આગામી દિવસોમાં વોરરૂમ શરૂ કરવામાં આવશે. આ વોરરૂમમાં બેડ, ઓક્સિજન, હોસ્પિટલ સહીતની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઇને કોરોનાની અસર થાય અને સામાન્ય લક્ષણ હશે તો તેને સૌ પ્રથમ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવશે અને જો વધુ સારવારની જરૂર પડે તો સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે શિફ્ટ કરવાના રહેશે.

રાજકોટ જિલ્લામાં 50 અને શહેરમાં 23 ધનવંતરી રથો દોડાવી કામગીરી કરવામાં આવશે. હાલમાં 50.60 મેટ્રીક ટન ઓક્સિજન અને 24 ટેન્કર તૈયાર રખાયા છે. હાલમાં સરકારી હોસ્પિટલમાં 7 હજાર અને ખાનગીમાં 5990 બેડ ખાલી છે. આરોગ્ય સારવાર માટે 104 નંબરની 12 વાન ફરશે. 108 હાલમાં અકસ્માતના કેસોમાં દોડે છે જો જરૂર પડશે તો 24 ખાનગી એમ્બ્યુલન્સ સહિત 108ને પણ ઉપયોગ લેવામાં આવશે.

આરટીપીસીઆર લેબ સૌ.યુની ખાતે તૈયાર કરવામાં આવી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. મેડીકલ એસો. સાથે મિટીંગ કરવામાં આવશે અને તેઓને જે દર્દીઓ દવા લેવામાં આવે તેનો રેકોર્ડ રાખવામાં આવે અને તંત્ર માંગે ત્યારે તેને આપવાનો રહેશે.

હાલમાં રાજ્યમાં વાઇબ્રન્ટ પણ રદ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં પંતગમહોત્સવ પણ રદ કરી દેવામાં આવ્યો છે તે રીતે રાજકોટમાં પણ યોજાનાર પંગત મહોત્સવ પણ રદ થાય તેવી પુરી શક્યતા છે. જો કોરોનાના કેસોમાં જો વધારો થશે તો ક્ધટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને આ ક્ધટેમેન્ટ ઝોનમાં જરૂર પડશે તો ચાની કિટલી, પાનના ગલ્લા, ખાણીપીણીની રેકડીઓ, રેસ્ટોરન્ટ, શાકમાર્કેટ, સહિત જ્યા ભીડ થતી હશે ત્યા આકરા નિયમો લગાવામાં આવશે.

Read About Weather here

રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગભરાશો નહીં પરંતું સાવચેતી જરૂર રાખીએ અને માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરીએ અને ભીડથી બચીએ.સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે.(4.1)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here