રાજકોટમાં કોરોનાના ફરી બે નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા, લોકો સાવધાની રાખે

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

દાખલ થયેલા એક દર્દીને સારવાર અપાઇ ત્યાં નવા બે દર્દી આવ્યા

રાજકોટ શહેરમાં અલોપ થઇ ગયેલો કોરોના માથુ ઉંચકવાની કોશીશ કરી રહયો છે એટલે લોકોએ વધુ સાવધાની રાખવાનું જરૂરી બન્યું છે. ગઇકાલ તા.22ને શુક્રવારના રોજ કોરોનાના બે નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

બન્ને દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે દાખલ થયેલા એક દર્દીને સ્વચ્છ થઇ જતા રજા આપવામાં આવી હતી. આજે તા.23ને શનિવારના રોજ બપોર સુધીમાં નવો એકપણ કેસ નોંધાયો નથી.

શુક્રવારે 1852 લોકોનું સ્ટેસ્ટીંગ કરાયું હતું. અત્યાર સુધીમાં કુલ 14,35,655 શહેરીજનોનું ટેસ્ટીંગ થઇ ચુકયું છે. કુલ પોઝિટિવ કેસ 42,371 થયા છે. જેમાંથી 98.91 ટકા દર્દીઓ સાજા નરવા થઇને ઘરે પહોંચી ગયા છે.

Read About Weather here

તહેવારો આવી રહયા હોવાથી ખુબ જ સ્વયંમ સાથે ઉત્સવની ઉજવણી કરવાનું જરૂરી બન્યું છે. કોરોનાના કેસ સિમિત જ રહે, એક જ આંકડામાં રહે એ જોવાની જવાબદારી સહુની છે એવી મનપાએ અપીલ કરી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here