રાજકોટમાં કોરોનાનાં હડકંપથી પબ્લિક ટ્રાન્સપોર્ટને લાગી બ્રેક

રાજકોટમાં કોરોનાનાં હડકંપથી પબ્લિક ટ્રાન્સપોર્ટને લાગી બ્રેક
રાજકોટમાં કોરોનાનાં હડકંપથી પબ્લિક ટ્રાન્સપોર્ટને લાગી બ્રેક

બીઆરટીએસ અને સીટી બસોમાં ઉતારૂઓની સંખ્યામાં એકદમ ઘટાડો: કોરોનાની બીકને કારણે લોકો બસમાં ખીચોખીચ મુસાફરી કરવાથી ડર્યા

ગુજરાતનાં અન્ય મહાનગરોની જેમ રાજકોટ મહાનગરમાં કોરોનાનું સંક્રમણ આગની જ્વાળાઓની જેમ ચારેતરફ ઝડપથી પ્રસરી રહ્યું હોવાથી શહેરીજનો હવે બસમાં મુસાફરી કરવાથી દૂર થઇ રહ્યા છે અને ગીરદીમાં મુસાફરી કરવાથી ભયભીત બન્યા છે. તાજેતરનાં દિવસોમાં કોરોના મહામારીનો આંક ઉંચો જઈ રહ્યો હોવાથી સીટી બસ અને બીઆરટીએસ બસોમાં ઉતારૂઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. તેમ રાજકોટ રાજપથ લિમિટેડ કંપનીનો અહેવાલ જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજપથનાં અહેવાલ મુજબ જાન્યુઆરીનાં પહેલા સપ્તાહમાં બીઆરટીએસ અને અન્ય બસોમાં મુસાફરોની સંખ્યા 53 હજારથી ઘટીને 33 હજાર થઇ ગઈ હતી. મહાનગરમાં રાજકોટ મનપાની 90 સીટી બસ અને 18 બીઆરટીએસ બસો દોડે છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અને સિનિયર સીટીઝન બસનો વધુ ઉપયોગ કરતા હોય છે.

રાજકોટમાં કોરોનાનાં કેસો બેફામ બની જતા બસમાં મુસાફરી કરતા સિનિયર સીટીઝનની સંખ્યામાં ધરખમ ઘટાડો થઇ ગયો છે. શાળા અને કોલેજનાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા હોવાથી એમની પણ સંખ્યા ઘટી રહી છે.

Read About Weather here

હજુ આગામી દિવસોમાં પણ મુસાફરોની સંખ્યા વધુ ઘટે તેવી શક્યતા છે. મોટાભાગે બસમાં અવરજવર કરતી મહિલાઓ પણ હવે બસ છોડીને રીક્ષામાં જવાનું પસંદ કરી રહી છે. આ રીતે શહેરીજનો બસની ગીરદીથી બચવા માટે મુસાફરી ટાળી રહ્યા છે અને રીક્ષામાં જવાનું પસંદ કરી રહ્યા છે. આ જોતા કોરોના બસ ટ્રાન્સપોટેશન થકી મનપાને થતી આવકમાં પણ મોટું ગાબડું પાડશે એવું મનપાનાં સુત્રોએ જણાવ્યું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here