રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની સૂચક બેઠક

રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની સૂચક બેઠક
રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજની સૂચક બેઠક

કોઈ રાજકીય ચર્ચા થવાની નથી: જયેશ રાદડિયાની સ્પષ્ટતા
રાદડિયાનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળશે: નરેશ પટેલ અને ખોડલધામનાં તમામ ટ્રસ્ટીઓની પણ હાજરી
માત્ર સમાજનાં પ્રશ્ર્નોની ચર્ચા થશે, રાજકારણમાં જોડાવવું એ નરેશભાઈનો વ્યક્તિગત નિર્ણય: પૂર્વ મંત્રીનું વિધાન
બે વર્ષનાં ગાળા બાદ યોજાઈ રહેલી સમાજની બેઠકને પગલે અનેક પ્રકારની ચર્ચા અને અનુમાનો

ખોડલધામનાં પ્રણેતા અને પાટીદાર સમાજનાં લોકપ્રિય દિગ્ગજ આગેવાન નરેશ પટેલનાં રાજકારણમાં જોડાવા અંગે હજુ ઘેરું સસ્પેન્શ યથાવત રહ્યું છે. તેવા સમયે આજે રાજકોટમાં લેઉવા પટેલ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહ્યાનું જાહેર થતા ભારે ચર્ચા અને અનુમાનો શરૂ થઇ ગયા છે. પૂર્વ મંત્રી જયેશ રાદડીયાનાં અધ્યક્ષ સ્થાને આજે શનિવારે સાંજે લેઉવા પટેલ સમાજની બેઠક યોજાઈ રહી છે. પણ આ બેઠકનો એજન્ડા રાજકીય નથી. એવી ચોખવટ સતાવાર રીતે કરવામાં આવી છે. રાજ્યનાં પૂર્વ મંત્રી અને લેઉવા પટેલ સમાજનાં યુવા અગ્રણી જયેશ રાદડીયાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, આ બેઠકમાં કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચા થવાની નથી.

Visit Saurashtra Kranti Homepage here

રાદડિયાએ પત્રકારોએ ઉઠાવેલા મુદ્દાઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સમાજ અને ખોડલધામ ટ્રસ્ટ પુરતી જ બેઠક સિમિત છે. આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થવાની નથી. સમાજને લગતા મુદ્દાઓની ચર્ચા થવાની છે.બેઠકમાં નરેશ પટેલની હાજરી અંગે રાદડિયાએ કહ્યું હતું કે, નરેશભાઈ ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટી છે. એટલે બેઠકમાં હાજરી આપી રહ્યા છે. અન્ય તમામ ટ્રસ્ટીઓ પણ હાજરી આપી રહ્યા છે. રાદડિયાએ કહ્યું હતું કે, રાજકારણમાં રહીને પણ અમે સમાજનું નેતૃત્વ કર્યું છે. આ બેઠકમાં પણ રાજકીય નહીં પણ સામાજીક મુદ્દાઓ પર ચર્ચા થશે. બે વર્ષનાં લાંબાગાળા બાદ અહીં લેઉવા પટેલ સમાજની બેઠક યોજાઈ રહી છે.

Read About Weather here

નરેશ પટેલનાં રાજકારણમાં પ્રવેશ અંગે રાદડિયાએ એવી પ્રતિક્રિયા આપી હતી કે, રાજકારણમાં જોડાવું એ નરેશભાઈનો વ્યક્તિગત નિર્ણય છે. બેઠકમાં એ વિશે કોઈ ચર્ચા થવાની નથી.પૂર્વ મંત્રીએ સ્પષ્ટતા કર્યા છતાં પાટીદાર સમાજ અને મીડિયા વર્તુળોમાં બેઠકનાં એજન્ડા અંગે તરેહ-તરેહની ચર્ચા થઇ રહી છે અને અનુમાનો કરવામાં આવી રહ્યા છે. માહિતગાર સુત્રો અને રાજકીય નિષ્ણાંતો એવું માને છે કે, નરેશ પટેલ ખોડલધામનાં અન્ય ટ્રસ્ટીઓ સાથે બેઠકમાં હાજરી આપી રહ્યા હોવાથી એવી સંભાવના પણ છે કે એમના રાજકારણમાં પ્રવેશ અંગે કોઈપણ પ્રકારનો વિધિસર નિર્ણય લેવાય શકે છે. તેઓ જોડાય તો ક્યાં પક્ષમાં જોડાય અથવા તો રાજકારણમાં જોડાઈ કે નહીં એ તમામ મુદ્દાઓ પર સમાજનાં અગ્રણીઓ વચ્ચે ઊંડું અને સઘન મનોમંથન થાય તેવી સંભાવના રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે. કોઈ મહત્વનો નિર્ણય જાહેર થવાની પણ સંભાવના છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here