રાજકોટમાં ‘આઈસક્રીમ સ્પેશિયલ થાબડી’નો નમૂનો ફેઇલ થતા ફિનિકસ મિલ્ક પ્રોડક્ટને રૂ.1 લાખનો દંડ

રાજકોટમાં 'આઈસક્રીમ સ્પેશિયલ થાબડી'નો નમૂનો ફેઇલ થતા ફિનિકસ મિલ્ક પ્રોડક્ટને રૂ.1 લાખનો દંડ
રાજકોટમાં 'આઈસક્રીમ સ્પેશિયલ થાબડી'નો નમૂનો ફેઇલ થતા ફિનિકસ મિલ્ક પ્રોડક્ટને રૂ.1 લાખનો દંડ
જ્યારે મુંજકામાં ગોપાલ અને અમુક બ્રાન્ડના નામે વેંચાતા શુધ્ધ ઘીમાં ભેળસેળ નીકળતા વેપારીને રૂ.25 હજારનો દંડ કરાયો છે. રાજકોટમાં મોરબી રોડ પર ન્યૂ જલારામ મેઇન રોડ પર આવેલ ફિનિક્સ મિલ્ક પ્રોડક્ટનો ‘ફિનિક્સ આઇસ્ક્રીમ સ્પેશિયલ થાબડી’નો નમૂનો મનપાની ફૂડ શાખાએ લીધો હતો. જે નાપાસ થતા પેઢીને રૂ.1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રોડ જકાતનાકા પાસે ન્યૂ જલારામ મેઇન રોડ પરની ફિનિક્સ એજન્સીમાંથી ફિનિક્સ આઇસ્ક્રીમ સ્પેશિયલ થાબડીના 100 MLપેકીંગનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે નાપાસ થતા તેની સામે નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં કેસ ચાલી જતા નમૂનો આપનાર વેપારી મુકેશભાઇ લીંબાસિયાને રૂ.10 હજાર, પેઢીના નોમીની કાંતિલાલ છગનભાઈ બાવરવાને રૂ.25 હજાર અને ઉત્પાદક પેઢી ફિનિક્સ મિલ્ક પ્રોડક્ટ(મોરબી)ને રૂ.1 લાખનો દંડ. કરવામાં આવ્યો છે.

જ્યારે મુંજકા ખાતેથી દીપકભાઇ ચંદ્રકાંતભાઇ ગણાત્રા પાસેથી અમુલ શુધ્ધ ઘી અને ગોપાલ શુધ્ધ ઘીની બ્રાન્ડના નામે વેંચાતા ઘીના 500 ML પેકીંગના નમૂના લેવાયા હતા. જે ઘીમાં વેજીટેબલ ફેટ, ઓઈલની ભેળસેળ ખુલતા રૂ.25 હજારનો દંડ કરવામા આવ્યો છે.મનપાની કૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન દ્વારા ભક્તિનગરથી સોરઠિયાવાડ સર્કલ વચ્ચે આવતા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ.

Read About Weather here

એ દરમિયાન ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 12 વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટમાં ફલેવર ચા વેંચતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ શાખા ત્રાટકી હતી અને ફ્લેવર્ડ ટી તથા ગ્રીન ટીના કુલ 20 સેમ્પલ લેવામાં આવ્યા હતા.અચાનક મનપાની ફૂડ વિભાગની ટીમ દરોડા પાડતાં ધંધાર્થીઓમાં ફફડાટી લાગણી વ્યાપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here