રાજકોટમાં આંદોલનકારી તબીબોએ તમામ ફરજો બંધ કરતા દર્દીઓને ભંયકર હાલાકી

રાજકોટમાં આંદોલનકારી તબીબોએ તમામ ફરજો બંધ કરતા દર્દીઓને ભંયકર હાલાકી
રાજકોટમાં આંદોલનકારી તબીબોએ તમામ ફરજો બંધ કરતા દર્દીઓને ભંયકર હાલાકી
દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે નીટ લેવાયા બાદ હજુ સુધી પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હોઇ તેમજ સુપ્રીમ કોર્ટમા઼ રીટના કારણે આ કાર્યવાહી ક્યારે શરૂ થશે તે હજુ નક્કી ન હોઇ તેમજ રેસિડેન્ટ ડોક્ટર્સના અન્ય પણ પડતર મુદ્દા

Visit Saurashtra Kranti Homepage here

હોઇ આ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલ સાંજથી રેસિડેન્ટ ડોકટર્સ ઓપીડી ઇમર્જન્સી સહિતની કામગીરીથી અલિપ્ત થઇ ગયા હતાં અને હડતાલ શરૂ કરી હતી.

દરમિયાન આજથી રાજકોટ સિવિલ હોસ્પિટલના 200 રેસિડેન્ટ તબીબો પણ હડતાલ પર ઉતરી જતાં ઓપીડી-ઇમર્જન્સીના દર્દીઓની હાલત કફોડી થવાનો ભય ઉંભો થયો હતો. જો કે અહિ બીજી વ્યવસ્થા ઉંભી કરી લેવામાં આવ્યાનું તબિબી અધિક્ષકએ જણાવ્યું હતું.

આજથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી તથા ઇમર્જન્સી સેવાથી 200 રેસિડેન્ટ ડોક્ટર્સ અલિપ્ત થઇ ગયા છે. આ અંગેની જાણ ગઇકાલે જ જેડીયુ (જુનિયર ડોક્ટર એસોસિએશન-પીડીયુ કોલેજ રાજકોટ) દ્વારા ડીન તથા તબીબી અધિક્ષકને કરવામાં આવી હતી.

તબીબોની માંગણી છે કે રેસિડેન્ટ ડોક્ટર્સના પડતર મુદ્દાઓ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી કોઇ પગલા લેવાયા નથી. નેટ પીજી 2021ની કાઉન્સેલિંગની પ્રક્રિયા વારંવાર પાછળ ઠેલવવાથી રેસિડેન્ટ ડોક્ટર્સની અછત ઉભી થઇ છે.

તેની પુરીતના ભાગરૂપે તાત્કાલીક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટની ભરતી ન થાય ત્યાં સુધી નોનએકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોક્ટરની ફાળવણી કરવા માંગણી છે. તેમજ નીમણુંક તબીબી અધિક્ષક હેઠળ હોસ્પિટલમાં કરવામાં આવે અને આ બાબતને લગતો પરીપત્ર કર્યાના દિવસથી જ અમલમાં મુકવામાં આવે.

એસઆર (સિનીયર રેસિડેન્ટ) શિપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. આ પધ્ધતિ 2018ની બેચ પુરતી માન્ય ગણવામાં આવેલ છે. આ પધ્ધતિ ખુબ જ કારગર સાબિત થઇ છે. જેનાથી કુશળ તબીબો સરકારને હોસ્પિટલમાં તથા ડિસ્ટ્રીક હોસ્પિટલમાં મળી શકે તેમ છે.

આ પધ્ધતિને આવનારી બેચમાં પણ લાગુ કરવામાં આવે જેથી પ્રજા અને સરકારને કુશળ ડોક્ટરો મળી રહે.રજૂઆતમાં આગળ જણાવાયું છે કે યુ.જી. પી.જી. તથા સુપર સ્પેશિયાલિટી રેસિડેન્ટ માટે સળંગ બોન્ડ પધ્ધતિ લાગુ કરવામાં આવે.

બોન્ડેડ તબીબોની નીમણુંક તથા કામગીરીની ફાળવણી તેમની સ્પેશિયાલિટી પ્રમાણે કરવામાં આવે. આ તમામ મુદ્દે વારંવાર રજૂઆતો છતાં ઉકેલ આવ્યો નથી. આ કારણે રેસિડેન્ટ તબિબો દુ:ખની લાગણી સાથે વિરોધ પ્રદર્શન કરવા જઇ રહ્યા છે.

Read About Weather here

24 કલાકમાં સંતોષકારક જવાબ નહિ મળતાં અંતે આજ બુધવાર સવારથી રાજકોટ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતરી ગયા છે અને સુત્રોચ્ચાર તથા ધરણા ચાલુ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here