રાજકોટમાં આંગણવાડી કાર્યકરોની બઢતી ક્યારે?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મોરબી જિલ્લામાં આંગણવાડીના કાર્યકરોની મુખ્યસેવિકામાં બઢતી
મોરબી જિલ્લામાં ગઈકાલે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં બઢતી અપાઈ
આઈ.સી. ડી.એસ.શાખા અંતર્ગત આંગણવાડી કાર્યકરમાંથી મુખ્યસેવિકા તરીકે નામનિયુક્તિથી બઢતીની નિમણૂંક

મોરબી જિલ્લામાં ગઈકાલે આઈ.સી.ડી.એસ.શાખા અંતર્ગત 10 આંગણવાડી કાર્યકરમાંથી મુખ્યસેવિકા તરીકે નામનિયુક્તિથી બઢતીના નિમણૂંક કલેકટર કચેરી, મોરબી ખાતે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, અધિક કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આંગણવાડીના કાર્યકરોની મહેનતને કારણે તેમને આ બઢતી આપવામાં આવી છે તે ખરેખર તેમની કામગીરી પરથી આપવામાં આવી છે. આંગણવાડી કાર્યકરોએ કોરોના મહામારી દરમ્યાન કરેલ કામગીરી ખરેખર આવકારદાયક છે. કારણ કે કોરોના દરમ્યાન પોતાના પરિવારોની ચિંતા કર્યા વગર તેઓએ નજીવા પગાર દરે પોતાના સ્વાસ્થ્યની ચિંતા વગર લોકોને જરૂરી મદદ પૂરી પાડી હતી.

હાલમાં જ પ્રસિધ્ધ થયેલ એક અહેવાલ મુજબ આંગણવાડી કાર્યકરોનું કામ કદાચ સારવાર અને સુશ્રુષા સંબંધી નહોતું છતાં પણ કોરોના મહામારીનો વ્યાય કેટલો છે તે જાણવા માટે અને તેમને અટકાવવાની વ્યૂહરચના તૈયાર કરવા માટે કાર્યકરો એ કેટલા લોકો કોરોનાગ્રસ્ત છે, કેટલા હોમ આઇસોલેશન છે, શું તે લોકો કોરોના પ્રોટોકોલનું યોગ્ય પાલન કરે છે કે નહીં તે બધો જ ડેટા આંગણવાડી વર્કરોએ એકઠા કર્યો હતો જે ખરેખર આવકારદાયક છે.

Read About Weather here

તેમની આ કામગીરીઓને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં ગઈકાલે 10 આંગણવાડી કાર્યકરોને મુખ્યસેવિકા તરીકે બઢતી આપવામાં આવી છે.ત્યારે રાજકોટના આંગણવાડી કાર્યકરોમાં એક ચર્ચા જાગી છે કે, મોરબી જિલ્લામાં બઢતી અપાઈ છે તો રાજકોટમાં ક્યારે અપાશે? રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડીમાં કાર્યકર તરીકે પોતાની ફરજ બજાવતા કાર્યકરોમાં ચર્ચા જાગી છે કે, મંત્રી બ્રિજેશ મેરજા તેમના કામને ધ્યાને લઇને ક્યારે લાંબા સમયથી કામ કરતા કાર્યકરોને બઢતી આપવામાં આવશે? કારણકે, આ કાર્યકરો એ કોરોના મહામારીમાં કરેલી કામગીરી સરાહનીય છે જે ભૂલી શકાય તેમ નથી તેથી તેમને પણ તેમની કામગીરી જોઈને યોગ્ય બઢતી આપવી જોઈએ. તેવી ચર્ચાએ જોર પકડી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here