રાજકોટમાં અડધો ડઝન સુચિત સોસાયટીની સમીક્ષા બેઠક

રાજકોટમાં અડધો ડઝન સુચિત સોસાયટીની સમીક્ષા બેઠક
રાજકોટમાં અડધો ડઝન સુચિત સોસાયટીની સમીક્ષા બેઠક


આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને મીટિંગ
167 મંજુર, 6નો નિર્ણય બાકી અને 5 નવી સુચિત સોસાયટીની દરખાસ્ત મોકલાવાઇ

રાજકોટ આવતીકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્થાને રાજયભરમાં આવેલી સુચિત સોસાયટી અંગે મીટિંગ મળનાર છે. આ મીટિંગમાં રાજયના કલેકટરો, શહેરી વિકાસ સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર હોવાનું રાજકોટ વિધાનસભા-70નાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, રાજયમાં સુચિત સોસાયટીને રેગ્યુલાઇઝ કરવા માટેની કામગીરીની સમીક્ષા બેઠક મળનાર છે. રાજય સરકાર સુચિત સોસાયટી રેગ્યુલર કરવાની કામગીરી વેગવંતી બનાવી છે.

સુચિત સોસાયટીને રેગ્યુલર કરવાની કામગીરીની પ્રક્રિયા 25 થી 30 ટકા થઇ છે. જયારે 70 ટકા કામગીરી બાકી છે. અધુરી કામગીરીને પુર્ણ કરવા માટે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યસ્થાને મીટીંગ બોલાવવામાં આવી છે.

રાજકોટ કુલ 167 સુચિત સોસાયટીને રેગ્યુલર કરવામાં આવી છે. 6 સોસાયટી અંગે નિર્ણય બાકી છે. જયારે નવી 5 સોસાયટીઓ જેવી કે, શ્યામ પાર્ક-2, ન્યુ ગોપ વંદના, શ્રધ્ધા પાર્ક સોસાયટીમાં આવેલી 4 સોસાયટીઓ રંગીલા અને ન્યુ પારસ સોસાયટીની દરખાસ્ત મોકલવામાં આવી છે.

Read About Weather here

આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્થાને યોજાનારી મીટીંગમાં રાજકોટમાંથી વિધાનસભા-70નાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહેનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here