રાજકોટમાં અખાધ્ય જાહેર થયેલા ફુડના નમુના બદલ એક વેપારીને એક માસની જેલ અને રૂ.2500નો દંડ

રાજકોટમાં અખાધ્ય જાહેર થયેલા ફુડના નમુના બદલ એક વેપારીને એક માસની જેલ અને રૂ.2500નો દંડ
રાજકોટમાં અખાધ્ય જાહેર થયેલા ફુડના નમુના બદલ એક વેપારીને એક માસની જેલ અને રૂ.2500નો દંડ

મ્યુનિસિપલ કોર્ટના આદેશને પગલે ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ, અન્ય ત્રણ પેઢીઓને ભારે રકમનો દંડ ફટકારાયો

ફુડ સેફટી એન્ડ સ્ટાર્ન્ડડ એકટ મુજબ અસુક્ષીત અને અખાધ્ય જાહેર થયેલા ફુડના નમુના બદલ એક વેપારીને એક માસની જેલ સજા ફટકારવામાં આવી હતી અને રૂ.2500નો દંડ મ્યુનીસીપલ કોર્ટ રાજકોટ દ્વારા કરવામાં આવ્યો હતો. અન્ય ત્રણ વેપારી પેઢીઓને રૂ.15 હજારથી માંડીને રૂ. સવા લાખ સુધીનો દંડ કરવાનો અદાલતે આદેશ આપતા વેપારી વર્ગમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

Subscribe Saurashtra Kranti here

શહેરના પરસાણા નગર-1 મેઇનરોડ પર ઓમ ગૃહ ઉદ્યોગમાંથી લેવામાં આવેલ ટોપરાના લાડુમાં અખાદ્ય કલરનું પ્રમાણ વધુ હોવાથી અનસેફ ફુડ જાહેર થતા પેઢીના માલીક હિરાલાલ દોલતરામ રોચવાણીને અદાલતે એક માસની કેદ અને રૂ.2500નો દંડ ફટકાર્યો હતો. એ જ રીતે વિદ્યાનગર મેઇન રોડ પર ગ્રામશીલ્પ ખાદી ભંડારમાંથી લીધેલા લાલ મરચા પાવડરમાં નમકની હાજરી અને ટોટલ ડ્રાય એસનું પ્રમાણ વધુ જણાતા અદાલતે ખાદી ભંડાર પેઢીને તથા જવાબદાર આસી. મેનેજર હરીભાઇ લાખાભાઇ જાદવને કુલ મળી રૂ.15 હજારનો દંડ ફટકાર્યો હતો.

Read About Weather here

વધુ એક કિસ્સામાં સંતકબીર રોડ માર્કેટીંગ યાર્ડ સામે તાજ સોલ્ટ સપ્લાર્યસ પેઢીના નમુનામાં આયોડિનનું પ્રમાણ વધુ હોવાથી પેઢીના અકબરઅલી રાજાણ, દિપક મેઘાણી, કોટેશ્ર્વર કેમ્પ ફુડને કુલ મળી રૂ.1 લાખ 25 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. 20 ન્યુ જાગનાથ ખાતે આવેલ બાટવીયા બ્રર્ધસમાંથી લેવાયેલા કોલ્હાપુરી ગોળના નમુનામાં સલ્ફાઇટ વધુ જણાતા જવાબદારો દિપ્તેશ એસ. બાટવીયા, હશમુખલાલ એમ બાટવીયા, મનન ડી. બાટવીયા અને સોલ્ટ સપ્લાયર પેઢીને કુલ રૂ.40 હજારનો દંડ કરવાનો અદાલતે આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here