રાજકોટનો આમ્રપાલી અન્ડરબ્રિજ પહેલા વરસાદની થપાટમાં જ લીકેજ

રાજકોટનો આમ્રપાલી અન્ડરબ્રિજ પહેલા વરસાદની થપાટમાં જ લીકેજ
રાજકોટનો આમ્રપાલી અન્ડરબ્રિજ પહેલા વરસાદની થપાટમાં જ લીકેજ

જોઇન્ટમાંથી સતત લીંક થતું પાણી, લોખંડના ખીલ્લા બહાર નીકળી આવ્યા, તપાસનો આદેશ આપતા મ્યુ.કમિશનર

અન્ડરબ્રિજના કામમાં ધોરગંભીર બેદરકારી રખાયાનો ચોકાવનારો પુરાવો નજરે ડોકાયો

દરરોજ સેંકડો વાહનોની અવર જવર પણ સતત લીકેજથી બ્રિજામાં ભરાતું પાણી

વચ્ચેનો ભાગ લપસણો થઇ જતા વાહન ચાલકો પર અકસ્માતનો ગંભીર ખતરો

રાજકોટના એક સમયના આમ્રપાલી રેલવે ફાટક પર મોટા ઉપાડે અને મોટા મોટા દાવાઓ સાથે કરોડો રૂપીયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આમ્રપાલી અન્ડબ્રિજના નબળા કામની પોલ પહેલા વરસાદમાં ખુલ્લી જવા પામી છે તેના કારણે શહેરભરમાં ભારે ચર્ચા જાગી ઉઠી છે. પહેલા જ વરસાદની થપાટથી અન્ડરબ્રિજમાં ચુઆક ચાલુ થઇ ગયો છે, લોખંડના ખીલ્લા બહાર ધસી આવ્યા છે અને નબળુ ગુણવતા વગરનું કામ થયાનો ગંભીર રીતે પર્દાફાસ્ટ થઇ ગયો છે. આમ્રપાલી અન્ડરબ્રિજની હાલતની જાણ થતા જ ચોંકી ઉઠેલા મ્યુ.કમિશનરે તાત્કાલીક તપાસનો આદેશ આપ્યો છે. તપાસ સમીતી રચવામાં આવી છે.

આમ્રપાલી બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર થયો છે. જે તે સમયે મનપાના પદાધિકારીઓ અને વહીવટી કર્તાઓએ શહેરીજનોને ખાત્રી આપી હતી કે, અન્ડબ્રિજનું કામ ખુબ જ ગુણવતા સાથે થાય તેના પર સતત નજર રાખવામાં આવી છે. પુલને દાયકાઓ સુધી કોઇ અસર થશે નહીં. આંધી હોય કે તોફાન કે પ્રચંડ વરસાદ બ્રિજની કાકરી પણ ખરવાની નથી. આવા તમામ દાવાઓ વાહીયાત અને બાલીસ પુરવાર થયા છે.

Subscribe Saurashtra Kranti here

આ પુલ બની રહયો હતો ત્યારે એકાદ બે વખત તત્કાલીન મ્યુ. કમિશનરે પણ નીરીક્ષણ કર્યુ હતું. અન્ડરબ્રિજના નિર્માણમાં વપરાતી કાચી સામગ્રીની ગુણવતા પણ ચકાસવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. એ કહેવાતી ગુણવતા લક્ષી કામગીરી કેવી હતી તે નરી આંખે અત્યારે જોઇ શકાય છે. ટુંકમાં પહેલા જ વરસાદમાં બ્રિજની કમર તુટી ગઇ છે અને આસુડા નીકળી પડયા છે. બ્રિજની બરાબર વચ્ચેના ભાવે જોઇન્ટમાંથી સતત પાણી લીકેજ થઇ રહયું છે. લોખંડના મજબુત ગણાતા ખીલ્લા દિવાલમાંથી બહાર નીકળી આવ્યા છે. આ પુલ કેટલો સમય ટકી શકે છે એ વીશે ગંભીર ચિંતા શહેરીજનોના માનસમાં ઉભી થઇ ગઇ છે.

કહેવાય છે કે, અન્ડરબ્રિજમાંથી પાણી નીતરવા લાગતા અને દિવાલોના ખીલ્લા બહાર આવી ગયા છે એની ખબર પડતા બ્રિજના કોન્ટ્રાકટર મહાસય સવારે ત્યાં ધસી ગયા હતા. જાણવા મળે છે કે લીકેજના ભાગ પર કેમીકલ નાખીને લીકેજ રોકવાનો મીથ્યા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટરે તેની લોટ પાણીને લાકડા જેવી કામગીરી કેમીકલથી ઠાંકવાની ભરચક કોશીશ કરી હતી પણ પાપ છાપરે ચડીને પોકારતી જ હોય છે એ ન્યાયે હજુ બ્રિજની અન્ડર લીકેજ ચાલુ જ છે અને બરોબર વચ્ચે વગર વરસાદે પાણીના ખાબોચીયા ભરાઇ ગયા છે.

Read About Weather here

બ્રિજની વચોવચ જમીન લપસણી થઇ ગઇ છે અને કીચડ થઇ ગયું હોવાથી વાહન ચાલકોના વાહન લપસી પડવાનો ડર ઉભો ગયો છે. જો કોઇ ગંભીર અકસ્માત થાય તો જવાબદારી કોની? એવું લોકોમાં ઉગ્રતાથી ચર્ચાઇ રહયું છે. બ્રિજના કામની તાત્કાલીક ઉંડી અને નિષ્પક્ષ તપાસ કરાવમાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી જોરદાર લોકલાગણી છે.

અત્યારે તો મ્યુ.કમિશનરે તપાસનો આદેશ આપી દીધો છે અને ખાત્રી આપી છે કે, તપાસ સમીતીનો અહેવાલ આવી ગયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. હવે જોઇએ આગળના દિવસોમાં શું થાય છે? પગલા લેવાય છે કે, ચુપચાપ પાછી પાની કરવામાં આવે છે એ જોવાનું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here