રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમોમાં માંડ 10 દિવસ ચાલે એટલી જળરાશી બચી

રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમોમાં માંડ 10 દિવસ ચાલે એટલી જળરાશી બચી
રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમોમાં માંડ 10 દિવસ ચાલે એટલી જળરાશી બચી
નબળા ચોમાસાને કારણે રાજકોટ શહેરનાં પાણીનાં સ્ત્રોત ડૂબી જવાને કારણે રાજકોટને પાણી પૂરું પાડતા ડેમોમાં માંડ 10 દિવસ ચાલે એટલી જળરાશી બચી છે એ ધ્યાનમાં લઇ રાજકોટ માટે પાણીનું આગોતરું આયોજન ઝડપથી કરવા ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
સંગઠનનાં પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા પત્રમાં દર્શાવ્યું છે કે, રાજકોટનાં ડેમોમાં માંડ 8 થી 10 દિવસ ચાલે તેટલી જળરાશી બચી છે. દુર્ભાગ્યે નર્મદા ડેમમાં પણ પાણીનો જથ્થો ઘણો ઓછો થઇ ગયો છે એટલે રાજ્ય સરકાર રાજકોટનાં ડેમોને નર્મદાનાં જળથી ભરવા માટે પણ થોડો ખચકાટ અનુભવી રહી છે. ગુજરાત ઝડપથી વિકસતું રાજ્ય છે. રાજ્યમાં મોટાપાયે નવા ઉદ્યોગો આવી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લોકો અહીં આવીને વસવાટ કરી રહ્યા છે. એટલે આગામી વર્ષોમાં પાણીની જરૂરિયાત અનેકગણી વધી જશે.

Visit Saurashtra Kranti Homepage here

પત્રમાં દર્શાવ્યું છે કે, અમદાવાદ, કચ્છ અને ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રનો મોટો વિસ્તાર હાલનાં તબક્કે પણ નર્મદા ડેમનાં પાણી પર નિર્ભર છે. ક્યારેક ઓછો વરસાદ થાય અને સરદાર સરોવર ડેમમાં ઓછો જળસંગ્રહ થાય તો આ વિસ્તારોનું જળસંકટ અતિ તિવ્ર બની જાય. એ માટે આગોતરું આયોજન કરવું જરૂરી બન્યું છે.પત્રમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે, એકલા સરદાર સરોવર ડેમ પર નિર્ભર રહેવું અતિ જોખમી છે. કેમકે તેમાં સંગ્રહ થતા પાણી પર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનનો પણ હક બને છે. એટલે જ એ ધ્યાનમાં લઇ ખંભાતનાં અખાત પર ડેમ બાંધી ત્યાં સંગ્રહ થતા ખારા પાણીને ક્રમશ: મીઠાપાણીમાં રૂપાંતર કરતી બહુહેતુક કલ્પસર યોજનાને હવે ઝડપથી અમલી બનાવવાનું અનિવાર્ય છે. આ યોજનાનાં અનેકવિધ ફાયદા છે.

જે આપના ધ્યાન પર હશે જ. આવી મહત્વની યોજનાનું અમલીકરણ વહીવટીતંત્રની આળસને કારણે અટવાયેલું રહે તે ગુજરાત જેવા રાજ્ય માટે શરમજનક છે. મુખ્યમંત્રીશ્રી અંગત રસ લઇ આ યોજના ત્વરાથી પૂર્ણ કરાવવાના પ્રયાસો કરે એવો સંગઠને અનુરોધ કર્યો છે. આવનારા દિવસોમાં જળ સમસ્યા ન સર્જાઈ અને તરસ લાગે ત્યારે કુવો ખોદવા જેવો ઘાટ ન સર્જાઈ એ માટે પગલા લેવા સંગઠને મુખ્યમંત્રીને વિનંતી કરી છે.

આ અગાઉ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશને ગત 19મી જૂન 2018 નાં રોજ એક પત્ર પાઠવીને કલ્પસર યોજના જલ્દીમાં જલ્દી સાકાર કરવા રાજ્યનાં નર્મદા, જળસંપતિ અને કલ્પસર મંત્રાલયને રજૂઆત કરી હતી. સંસ્થાને મંત્રાલય તરફથી જવાબ પણ મળ્યો હતો. મંત્રાલય તરફથી ખાતરી આપવામાં આવી હતી કે, આ યોજના શક્ય તેટલી જલ્દી પૂર્ણ કરવાનું આયોજન થઇ રહ્યું છે.

Read About Weather here

અત્યારે વિવિધ તાંત્રિક, આર્થિક, પર્યાવરણલક્ષી પાસાઓનાં પૂર્ણ શક્યતાદર્શી અહેવાલમાં તમામ વિગતો અને પરીયોજનાનાં પાસા સામેલ કરી સદર અહેવાલને કેન્દ્ર અને ગુજરાત સરકાર સમક્ષ મુકવામાં આવશે. જરૂરી મંજૂરી મળી જવાથી સત્વરે યોજના શરૂ કરવામાં આવશે અને સમયસર પૂરી કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કલ્પસર યોજના સાકાર થવાથી આશરે 10.54 લાખ હેક્ટર સૌરાષ્ટ્ર વિસ્તારને સિંચાઈ, પીવાનું પાણી અને ઔદ્યોગિક હેતુ માટે પાણી મળતું થશે. પવન તથા સૌરઉર્જા, જમીનનું નવસાધ્યકરણ તથા પ્રવાસન જેવા ઘણા લાભો મળશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here