રાજકોટને જોડતા ગ્રામ્ય માર્ગો અને પુલની અવદશા અંગે હાઇકોર્ટમાં ધા નાખતા ભાજપ અગ્રણી

રાજકોટ જિલ્લા પંચાયતની વિકાસની પોલ ખોલનાર ભાજપ નેતા સહદેવસિંહ જાડેજા અભિનંદનને પાત્ર…
રાજકોટ જિલ્લા પંચાયતની વિકાસની પોલ ખોલનાર ભાજપ નેતા સહદેવસિંહ જાડેજા અભિનંદનને પાત્ર…

ખરાબ માર્ગોની દશા સુધારવા સંબંધિત તંત્રને હાઇકોર્ટની નોટીસ, ખળભળાટ
રજવાડી બ્રિજ અને રાજકોટ સાથેના ગ્રામ્ય માર્ગો પર રીપેરીંગ થતું ન હોવાની ખૂદ ભાજપ આગેવાનની રજૂઆતથી તંત્રમાં મચી ગઈ દોડધામ
રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી સમિતિનાં ચેરમેન સહદેવસિંહ જાડેજાની હાઇકોર્ટમાં પીઆઈએલ

સૌરાષ્ટ્રનાં અગ્રીમ શહેર રાજકોટને ગામડાઓ સાથે જોડતા કેટલાક માર્ગો અને પુલની અવદશા અંગે ખૂદ ભાજપ શાસિક રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેન દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ મારફત ધા નાખવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાજપ આગેવાનની જાહેર હિત અરજીને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે રાજકોટ જિલ્લાનાં સંબંધિત સતાવાળાઓને ગુરૂવારે નોટીસ ફટકારી હતી. જેના પગલે આરએન્ડબી વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

અત્રે એ યાદ કરવું જરૂરી છે કે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. ત્યારે કેટલાક ગામડાઓનાં માર્ગો અને પુલનું ચોમાસા પછી રીપેરીંગ થયું જ નથી. એવી ઢગલાબંધ લોક ફરિયાદો ઉભી થવા પામી હતી.

ચોમાસું પૂરું થયા પછી પણ રાજકોટની આસપાસનાં અનીડા, કોલીથળ અને પતિયાળી જેવા ગામોનાં નુકશાન ગ્રસ્ત રસ્તા જેમના તેમ રહ્યા છે. રજવાડી બ્રિજ નામે જાણીતો એક જુનો પુલ પણ મરામત માંગી રહ્યો છે.

આવા તમામ માર્ગો બિસ્માર બની ગયા હોવાથી અને રીપેરીંગ કરવામાં આવતું ન હોવાથી લોકો હેરાન થઇ રહ્યા છે. એક ક્વોલીફાય ન થયેલી ક્ધસ્ટ્રકશન કંપની દ્વારા રજવાડી બ્રિજનું કામ લઇ લેવામાં આવ્યું હતું

અને આ કોન્ટ્રાકટરે હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે. આથી ભાજપનાં આગેવાન અને જિલ્લા પંચાયતનાં અગ્રણી હાઈકોર્ટમાં પીઆઈએલ કરવી પડી છે.આગેવાને એવી રજૂઆત કરી છે

કે, એક ચોક્કસ ક્ધસ્ટ્રકશન કંપનીનું ટેન્ડર મંજુર થતું ન હોવા છતાં રસ્તા અને પુલનાં કામો તેને મળી જતા હોય છે. જેના કારણે ગુણવત્તા ભરી કામગીરી થતી નથી. એવી રજૂઆત સહદેવસિંહ જાડેજાએ કરી છે.

હાઈકોર્ટમાં જાહેર હિતની ખાસ અરજી દાખલ કરતા અરજદારે લોકોને ઈજા ન થાય અને અકસ્માતો ન સર્જાય એ માટે રજવાડી બ્રિજ અને અરજીમાં દર્શાવેલા માર્ગોનું તાત્કાલિક મરામત કામ હાથ ધરવા સંબંધિત તંત્રને આદેશ આપવા હાઈકોર્ટને વિનંતી કરી હતી.

Read About Weather here

આથી ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જિલ્લાનાં સંબંધિત સતાવાળાઓને નોટીસ ફટકારી છે. આ માર્ગો આરએન્ડબી વિભાગે રીપેર કરવાના રહે છે. જેની અવદશા તરફ ધ્યાન દોરવા માટે ભાજપ અગ્રણીને હાઈકોર્ટનો આશરો લેવાની ફરજ પડી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here