રાજકોટની સોની બજાર સોળે કળાએ ખીલી ઉઠી, 16 કલાકમાં 150 કરોડનું સોનું વેચાયું

રાજકોટની સોની બજાર સોળે કળાએ ખીલી ઉઠી, 16 કલાકમાં 150 કરોડનું સોનું વેચાયું
રાજકોટની સોની બજાર સોળે કળાએ ખીલી ઉઠી, 16 કલાકમાં 150 કરોડનું સોનું વેચાયું

બજારમાં અને વેપારીઓના ચહેરા પર આનંદ હી આનંદ, ગયા વર્ષ કરતા 5 ગણી વધુ ખરીદી: ખરીદી કરવા ઉમટી પડયા શહેરીજનો, હળવા વજનના જવેરાતની વધુમાં વધુ માંગ જોવા મળી: સોની બજારમાં લાંબી લાંબી કતારમાં બાળકોથી માંડી સિનિયર સીટીજન જોવા મળ્યા, ભારે રોનક

ભારતભરમાં સર્વોત્મ ડિઝાઇના સોના-ચાંદીના દાગીના બનાવવા માટે વિખ્યાત રાજકોટની સોની બજારમાં શહેરીજનો એ અને સૌરાષ્ટ્રભરનાં શોખીનોએ ઉમટી પડીને બજારને રંગતની રંગોળીથી રોનકદાર બનાવી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટની સોની બજારમાં ધનતેરસના પર્વના દિને માત્ર 16 કલાકમાં 150 કરોડનું સોનું વેચાયું છે. જોરદાર અને ધીંગી ખરીદીના પગલે જવેરીઓના ચહેરા ખીલી ઉઠયા છે અને બજારોમાં અનેરી રોનકના દ્રશ્યો જોવા મળી રહયા છે.

સોની બજારમાં ખરીદી માટે બાળકોથી માંડીને સિનિયર સીટીજન સહિતના લોકો કતારમાં જોવા મળ્યા છે. અનેક સ્થળે મનપસંદ ગાદીના ખરીદવા માટે લોકોએ ચાર કલાકથી વધુ સમય સુધી રાહ જોઇ છે

અને મનગમતા દાગીનાની ખરીદી કરી છે. સોનીબજારના સુત્રોએ જણાવ્યા મુજબ ગયા વર્ષ કરતા પાંચ ગણી વધુ ખરીદી જોવા મળી છે.ધનતેરસના દિવસે સવારે 8 કલાકથી શરૂ થયેલી ખરીદી રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહી હતી.

શહેરની સૌથી જૂની સોની બજારમાં ધનતેરસ પર્વ સોની વેપારીઓ માટે રંગત, રોનક ભર્યુ બની રહ્યું હતું. દર કલાકે સરેરાશ રૂ.11 કરોડનું સોનુ વેચાયુ હોવાનો અંદાજ છે.

સોનાના શોરૂમ અને જવેલરીની દુકાનોમાં લાંબી લાંબી કતારો જોવા મળી હતી. અમુક સ્થળે તો ગ્રાહકો માટે ત્રણ થી ચાર કલાકનું વેઇટીંગ રહ્યું હતું. એટલી બધી ભીડ ઉમટી પડી હતી કે, માંડવી ચોકથી પેલેસ રોડ

સુધી પહોંચવામાં 15 મિનિટને બદલે 1-1 કલાક લાગતો હતો. ઘણા વેપારીઓને ત્યાં તો સ્ટોક પણ ખુટી પડયો હતો એટલે તાત્કાલીક નવો સ્ટોક મંગાવવામાં આવ્યો હતો.

દાગીના સોખીન ખરીદદારોમાં સૌથી વધુ મોહન માળા, તુલસી માળા, વર્ટીકલ માળા, એન્ટીક જવેલરી અને લાઇટ વેઇટ જવેલરીની મોટી ડિમાન્ડ રહી હતી. જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનના સ્થાપક ચેરમેન પરેસ આડેસરાએ જણાવ્યું હતું

કે, ગત વર્ષ કરતા પાંચ ગણી વધુ ખરીદી થઇ છે. લોકોએ એમના બજેટ કરતા પણ વધુ મનગમતા દાગીનાની ખરીદી કરી છે એવું પહેલીવાર બન્યું છે. તેમ એસોના પૂર્વ પ્રમુખ દિવ્યેશ પાટડીયાએ જણાવ્યું હતું. લાઇટવેટ જવેલરીની સૌથી વધુ ખરીદી થઇ છે.

બીજી તરફ ધનતેરસના દિવસે 2 હજાર જેટલા ટુ અને ફોર વ્હીલર વાહનોનું વેચાણ થયું છે. રીયલ એસટેડમાં પણ તેજી જોવા મળી હતી અને 30 ટકા વધુ સોદા થયા હતા.

દસ્તાવેજ કચેરીમાં સવારથી સાંજ સુધી મિલકતોના ખરીદ-વેચાણના દસ્તાવેજ થયા હતા. દરેક ઝોન ઓફિસમાં 36-36 દસ્તાવેજ થયા હતા. એક દિવસમાં 300થી વધુ દસ્તાવેજ થયાનું સબ રજીસ્ટ્રાર એમ.જે.રાજયગુરૂએ જણાવ્યું હતું.

આરબીએ પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, હજુ લાભ પાંચમ ઉપર પણ મોટા પાયે ખરીદી તથા વેચાણ થઇ શકે છે. સસ્તા આવાસથી માંડીને આલીશાન આવાસોના સોદા થયા હતા. ઓટો મોબાઇલ માર્કેટમાં પણ બમણો વેપાર થયાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

ધનતેરસ પર 2 હજાર વાહન વહેંચાયા છે. હજુ દિવાળી અને લાભ પાંચમ પર મોટા પાયે વાહનોની ખરીદી થઇ શકે છે. અત્યારથી એડવાન્સ બુકીંગ થઇ રહયું છે. આ રીતે આ વર્ષની બમ્પર દિવાળી પર વેપારીઓ-ઉદ્યોગકારો, બિલ્ડરો અને ઓટો સેકટર પર રીતસર ધનવર્ષા થઇ રહી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here