રાજકોટની લાડકી અનાથ બાળા પાલનહારના ખોળામાં બેસી ઇટલી જવા રવાના

રાજકોટની લાડકી અનાથ બાળા પાલનહારના ખોળામાં બેસી ઇટલી જવા રવાના
રાજકોટની લાડકી અનાથ બાળા પાલનહારના ખોળામાં બેસી ઇટલી જવા રવાના

શહેરના અગ્રણીઓ અને વરિષ્ઠ નાગરિકો દ્વારા બાળાને લાગણી ભીનું વિદાયમાન: બે વર્ષ પહેલા લોહીલુહાણ હાલતમાં મળેલી ‘અંબા’નું ઇટાલીનું દંપત્તી ઉછેર કરશે

નસીબનું પાસુ કયારે પલ્ટી જાય છે એ નક્કી હોતું નથી. જીવનમાં સુખ, દુ:ખ તો અનીવાર્ય ચક્રની જેમ ચાલતા રહે છે. કોઇ દુ:ખ લાંબો સમય ટકતુ નથી તેનું ચમકતું, દમકતું ઉદાહરણ રાજકોટની લાડલી બાળા અંબાનું છે. નિષ્ઠુર જનેતાએ તરછોડી દેતા બે વર્ષ પહેલા લોહીલુહાણ હાલતમાં મળી આવેલી અંબાએ ત્રણ મહિના સુધી હોસ્પિટલના બિછાને મોત સામે જંગ ખેલ્યો અને જીત મેળવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આજે અંબા જીવનની એક નવી સફર માટે પાલક મા-બાપના વ્હાલભર્યા ખોળામાં બેસીને આજે રાજકોટથી ઇટાલી જવા રવાના થઇ હતી ત્યારે તેને લાગણીભીનુ વિદાયમાન આપવા આવેલા રાજકોટના અગ્રણી નાગરિકો, શ્રેષ્ઠીઓની આંખો પણ એવી રીતે ઉભરાઇ આવી હતી જાણે કે દિકરીને સાસરામાં વિદાય કરતા હોય. ઇટાલીના દંપત્તીએ અંબાને દતક લીધી છે. હવે અંબા ઇટાલીના ગુંથર દંપત્તીનું બીજુ સંતાન બનશે અને સાત સમુન્દર પાર નવજીવનનો પ્રારંભ કરશે.

અંબાની માતા કેટરિનાએ જણાવ્યું હતું કે, હું ઇટાલીની એક હોસ્પિટલમાં નર્સીંગની કામગીરી કરી રહી છું. મને અને મારા પતિનેને ભારત અને તેમના લોકોનો સ્વભાવ ખુબ પસંદ હોવાથી તેઓએ અમે બીજું બાળક પણ ભારતમાંથી દત્તક લેવા નિર્ણય કર્યો છે. ઇટાલીમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હોવાથી અને પ્રથમ બાળક દત્તક લીધાના ચાર વર્ષ બાદ ફરી બાળક દત્તક લેવાની ઈચ્છા થતા અમે અંબાને દત્તક લીધી છે.

હવે એક વર્ષ સુધી હું મારી જોબ છોડી અંબાની સંભાળ કરીશ અને તેના અભ્યાસ બાદ આગળ તે ઇચ્છશે તે બનાવવા તમામ મહેનત કરીશ. પ્રથમ દત્તક લીધેલ બાળક તેજરામ આજે 6 વર્ષનો થયો છે તે જર્મન ભાષા બોલે છે. તેજરામ પણ બે વર્ષનો હતો ત્યારે તેને છતીસગઢમાંથી દત્તક લેવામાં આવ્યો હતો. દત્તક લીધા બાદ તેની સંભાળ રાખવી થોડી અઘરી છે

Read About Weather here

પણ અમને ભારતીય લોકો બહુજ ગમે છે માટે અંબાને પણ દત્તક લીધી છે. પિતા ગુંથર જણાવ્યું હતું કે, આજે લાંબા સમય બાદ અમે જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ આવી છે અમે અંબાને મળ્યા છીએ આજે મારા બાળક તેજરામને બેન મળી છે અમે ખુબ ખુશ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here