રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પાર્ટી યોજાઈ

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પાર્ટી યોજાઈ
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પાર્ટી યોજાઈ

મંજૂરી વગર પાર્ટી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવશે : મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન 2
મારવાડી યુનિવર્સિટીના કુલપતિ વિરુદ્ધ પોલીસ એક્શન લે : એનએસયુઆઇ

શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટીમાં ઇથોપીયાથી અભ્યાસ અર્થે આવેલી 23 વર્ષીય યુવતી કોરોના પોઝીટીવ નોંધાઈ છે. અને તેને ઓમિક્રોન હોવાની આશંકા પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે બીજી તરફ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડીજે પાર્ટી યોજાઈ હતી. જ્યાં 1 હજાર જેટલા યુવક-યુવતીઓ ઝૂમ્યા હતા.આ અંગે એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે, ગઈકાલે રાત્રીના મારવાડી યુનિ.ના કેમ્પસમા

31 ડિસેમ્બરની ઉજવણીનો જે વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે કે હોસ્ટેલના 1000થી વધુ વિદ્યાર્થીઓ ડિ.જે.ના તાલે ઝુમતા હોય અને જેમા કોરાનાની ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા ગંભીર દ્રશ્યો દેખાતા આવડી ખ્યાતનામ યુનિવર્સિટીના સતાધિશોએ મુર્ખતાનુ પ્રદર્શન કર્યુ હોય

તેવુ સ્પષ્ટપણે દેખાય આવે છે. સ્કુલો-કોલેજોમા કોરાનાના વધતા કેસો સરકાર અને વાલીઓ ચિંતિત છે જ્યારે યુનિ.ના સતાધિશો વેલકમ 2022ની પાર્ટીનુ આયોજન કરી તમામ લોકોના જીવ જોખમે મુકવાનુ કામ કર્યુ તે દુખ છે.

હજુ મારવાડી યુનિવર્સિટીમા બે દીવસ પહેલા જ એક વિદેશી વિધાર્થીનીને કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યારે તકેદારીને બદલે બેદરકારી કેટલી યોગ્ય ? 400થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હોવાથી મારવાડી યુનિ.ના તમામ વિધાર્થીઓ ઓમીક્રોન વેરીએન્ટથી ભયભીત છે

ત્યારે યુનિવર્સિટીના સતાધિશોએ આવી મોટી પાર્ટીનુ આયોજનને મંજૂરી કેમ આપી તે મોટો સવાલ છે.જો કે આ યુનિવર્સિટીમા 10 હજારથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને ના કાળે

જો સંક્રમણ વધે તો વિધાર્થીઓના સ્વાસ્થ્યની જવાબદારી કોની? પાર્ટીના આયોજનોની પાબંધી માટે પોલીસતંત્રએ રાજ્યમાં કડકાઈપુર્વક જાહેરનામા બહાર પાડ્યા છતા પોલીસે આ પાર્ટીમા વહેલી બંધ કરાવવા તસ્દી લીધી નથી તે પણ દુખદ છે.

એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવેલ હતુ કે યુનિ.ના કુલપતી વિરૂધ્ધ આ બાબતે ફરિયાદ દાખલ કરી ઉદાહરણરૂપ કાર્યવહી કરવામા આવે જેથી ભવિષ્યમા કોઈ નાગરિકોના સ્વાસ્થ્યને જોખમમા મુકવાનુ બંધ કરશે.ઉલ્લેખનીય છે

કે આ પાર્ટી રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં યોજાઈ હતી પરંતુ પોલીસે ગુનો દાખલ કરવાની જગ્યાએ બધાને જવા દેતા અનેક તર્ક-વિતર્ક શરુ થયા છે.ત્યારે હવે મારવાડી યુનિવર્સીટી સંચાલકો અને પાર્ટીના આયોજકો સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

Read About Weather here

આ અંગે મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન 2એ જણાવ્યું હતું કે, પોલીસે રાત્રે તપાસ કરતા પાર્ટી પૂર્ણ થઈ ગઈ હતી. આ વિડીયો મામલે સીસીટીવી ફૂટેજ માટે ડીવીઆર મેળવી તપાસ કરાશે. પરંતુ મંજૂરી વગર પાર્ટી કરવા બદલ મારવાડી યુનિવર્સીટીના સંચાલકો અને જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here