રાજકોટની મહિલા કોલેજના પ્રોફેસર ડો.જયશ્રી રાણપરાનુ જાતીય સતામણી પર સંશોધન

રાજકોટની મહિલા કોલેજના પ્રોફેસર ડો.જયશ્રી રાણપરાનુ જાતીય સતામણી પર સંશોધન
રાજકોટની મહિલા કોલેજના પ્રોફેસર ડો.જયશ્રી રાણપરાનુ જાતીય સતામણી પર સંશોધન

જાતીય સતામણીથી બચવા 80.82% વિદ્યાર્થિનીઓ સજ્જ


92.20% વિદ્યાર્થિનીઓ એવુ માને છે કે, જો તેમને ઘરમાંથી જાતીય શિક્ષણ મળે તથા માતા-પિતાના પોતાની દીકરી સાથેના મિત્રતા ભર્યા અને વિશ્ર્વાસથી ભરેલા સંબંધ હોય તો છોકરીઓની જાતીય સતામણીની ઘટના ઘટાડી શકાય

રાજકોટની માતુ વીરબાઈમા મહિલા સાયન્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવતા ડો. જયશ્રી રાણપરાએ શહેરની મહિલા શિક્ષિકા અને વિધાર્થિનીઓમા શૈક્ષણિક સંસ્થામાં જાતીય સતામણી અંગેના તેમના હકની જાગૃતતાનો અભ્યાસથ પર પીએચ.ડી. કર્યુ છે.


પીએચ.ડી.ના સંશોધન માટે કુલ 600 વિદ્યાર્થિનીઓ પાસેથી માહિતી મેળવી હતી. જે માટે તેમણે હાયર સેકંડરી, કોલેજ તથા યુનિવર્સિટીના સમાન સંખ્યામાં વિદ્યાર્થિનીઓની પસંદગી કરી હતી. વિદ્યાર્થિનીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોતાની જાતીય સતામણી ન થાય તે માટે 80.82% વિદ્યાર્થિનીઓ વિવિધ રીતે પોતાની જાતનુ રક્ષણ કરતી જોવા મળી.

Visit Saurashtra Kranti Homepage here


મોબાઇલમાં 181 અભયમની એપ્લિકેશન રાખવી કે જરુર જણાય ત્યારે 181 અભયમ હેલ્પલાઇનમાં ફોન કરવો તથા પોતાના ઘરના સાથે પોતાનુ લાઇવ કે કરંટ લોકેશન શેર કરવા જેવી બાબતો જોવા મળી.


ડો. રાણપરાના સંશોધન અનુસાર, સાવચેતી રાખવા છતા જો કોઇ વિદ્યાર્થિનીની જાતીય સતામણી થાય તો 51.82% વિદ્યાર્થિનીઓને કયા ફરિયાદ કરી શકાય તેની જાણકારી હતી. જેમ કે, સૌથી પ્રથમ તેઓ ઘરે માતાપિતાને કહેવાનુ પસંદ કર્યુ. ડો. રાણપરા અનુસાર તે જ સૌથી સાચો રસ્તો છે. કારણ કે માતાપિતાને જાણ કર્યા બાદ જ ક્યા ફરિયાદ કરવી, કેવી રીતે ફરિયાદ કરવી, કોની મદદ લેવી, ભોગ બનનારને સારવાર, કાઉંસેલિંગ વગેરે માટે માતાપિતાનો સાથ હોવો ખુબ જ જરુરી છે.

તેનાથી ભોગ બનનારમાં હિમ્મત આવે છે, તેને માનસિક અને લાગણી વિષયક સલામતી મળે છે અને તેણી કોઇ ખોટુ પગલુ ભરતા અટકે છે. માતાપિતાના સાથથી ભોગ બનનાર 181 અભયમમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેંટર, પોલીસ સ્ટેશન કે રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ કરી શકે છે. ઉપરોકત બધી જ ચોવીસ કલાક કાર્યરત સંસ્થાઓ છે અને ભોગ બનનારની ઓળખ ગુપ્ત રાખે છે.

સંસ્થામાં સંસ્થા સાથે સંકળાયેલ વ્યક્તિ કે બહારની વ્યક્તિ જેમ કે, અન્ય વિધ્યાર્થીના વાલી, રીપેરીંગ કરનાર, આમંત્રિત મહેમાનો વગેરે દ્વારા જાતીય સતામણી થઇ હોય તો સૌથી પહેલા સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિ ICC માં ફરિયાદ કરવી જોઇએ.જાતીય સતામણી અંગેની સમજ આપતા કાર્યક્રમો, સેમીનાર કે વ્યાખ્યાન દર વર્ષે દરેક શૈક્ષણિક સંસ્થાએ યોજવા જોઇએ.

65.80% વિદ્યાર્થિનીઓ માને છે કે કડક કાયદાઓથી તેમનામાં જાતીય સતામણી જેવી ઘટના બને તો ફરિયાદ કરવાની હિમ્મત આવી છે. જયારે 92.30% વિદ્યાર્થિનીઓ માને છે કે, જો ભવિષ્યમાં તેમની સાથે આ પ્રકારની કોઇ ઘટના બનશે તો તેઓ ફરિયાદ કરશે.

રાષ્ટ્રીય તથા રાજ્ય મહિલા આયોગની તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબ સાઇટ પર ઉપરાંત UGC ની સાઇટ પર સ્ત્રીઓની કાર્ય સ્થળ પર જાતીય સતામણી એક્ટ-2013 અંતર્ગતની દરેક માહિતીની હેન્ડ બુક ઉપલબ્ધ છે.

જેમાં જાતીય સતામણી એટલે શુ?, ક્યા ફરિયાદ કરી શકાય? ફરિયાદ કર્યા પછીની UGC ની ભુમિકા સહિતની માહિતી ખુબ જ સરળ ભાષામાં આપેલી છે.(1.16)

Read About Weather here

65.80% વિદ્યાર્થિનીઓ માને છે કે કડક કાયદાઓથી તેમનામાં જાતીય સતામણી જેવી ઘટના બને તો ફરિયાદ કરવાની હિમ્મત આવી
51.82% વિદ્યાર્થિનીઓને જાતીય સતામણી થાય તો કયા ફરિયાદ કરી શકાય તેની જાણકારી છે92.20% વિદ્યાર્થિનીઓ એવુ માને છે કે, તેમને ઘરમાંથી જાતીય શિક્ષણ મળે તો જાતીય સતામણીની ઘટના ઘટાડી શકાયશૈક્ષણિક સંસ્થામાં જાતીય સતામણી થઇ હોય તો સૌથી પહેલા સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિ માં ફરિયાદ કરવી જોઇએ.

  • જાતીય સતામણીથી બચવા જરૂરી સૂચનો…

પર્સ કે બેગમાં પેપર સ્પ્રે, મરચાનો પાવડર કે પેપર કટર જેવુ સાધન રાખવુ

સ્વબચાવ માટે માર્શલ આર્ટ જેવી તાલીમ પ્રાપ્ત કરવી

જોખમ લાગે તેવા સ્થળે એકલા ન જવુ

રિક્ષા, ટેકસી કે લિફ્ટ લીધી હોય ત્યારે વાહનનો નંબર પોતાના ઘરના સભ્યોને મોકલવો

મોબાઇલમાં 181 અભયમની એપ્લિકેશન રાખવી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here