રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી: રાખડી બાંધતા બહેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા

રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી: રાખડી બાંધતા બહેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા
રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી: રાખડી બાંધતા બહેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા

જેલમાં બેકરી મારફત બનતી મીઠાઇથી કેદીઓને બહેનોએ મોઢુ મીઠું કરાવ્યું

ગઇકાલે રવીવારે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધનનો તહેવાર હતો. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટની મધ્યસ્થ જેલમાં કોઇને કોઇ ગુનામાં સજા કાપી રહેલા કેદી ભાઇઓને રાખડી બાંધવા માટે બહેનો આવી હતી. આ માટે જેલ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભાઇને રાખડી બાંધતી વખતે બહેનોની આંખમાંથી આંસુ સરી પડતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ કોઇ કેદી રાખડી બાંધતી વખતે પોતાની દીકરી પર વહાલ વરસાવતા જોવા મળ્યા હતા.

તેમજ કેટલાક કેદીઓ પોતાની બહેન પર હાથ મુકી આશીર્વાદ પણ આપતા નજરે પડ્યા હતા. રાજકોટ મધ્યસ્થ જેલના ગ્રુપ 2ના જેલરે મિડીયાને જણાવ્યું હતું કે, ઉૠઙની સૂચનાથી પવિત્ર રક્ષાબંધનના તહેવારની રાજકોટ મધ્યસ્થ જેલમાં ઉજવણી કરવામાં આવી હતી.

કેદીઓની બહેનોને કોઇ જાતની અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. બહારથી મીઠાઇ લાવવાની મનાઇ કરવામાં આવી હતી.

કારણ કે આ મીઠાઇથી ભાઇની તંદુરસ્તી બગડી શકે છે. આથી રાજકોટ જેલમાં બેકરી મારફત જે મીઠાઇ બનાવવામાં આવે છે તે મીઠાઇથી બહેન ભાઇનું મીઠું મોઢુ કરાવી શકે તેવી વ્યવસ્થા કરી હતી.

Read About Weather here

બહારથી કોઇ બહેન મુલાકાત માટે આવે અને તેને સમયસર મુલાકાત મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here