રાજકોટની નામાંકિત નમકીન કંપની સાથે કર્મચારીઓની કરોડોની છેતરપીંડી ?!

રાજકોટની નામાંકિત નમકીન કંપની સાથે કર્મચારીઓની કરોડોની છેતરપીંડી ?!
રાજકોટની નામાંકિત નમકીન કંપની સાથે કર્મચારીઓની કરોડોની છેતરપીંડી ?!

મોટાપાયે ઉચાપત અને કૌભાંડનો જબરદસ્ત ખેલ પાડવામાં આવ્યો હોવાની માહિતગાર સુત્રો દ્વારા ચોંકાવનારી વિગતો જાહેર: ગમે તે કારણે કંપનીએ પોલીસ ફરિયાદ ટાળી હોવાનું અને પ્રાઇવેટ એજન્સી ભાડે રાખી આધુનિક હોટેલમાં ચોક્કસ કર્મચારીઓની પૂછપરછ ચાલુ કરી હોવાનો ધડાકો
સમસ્ત શહેરની વેપારી અને કોર્પોરેટ આલમમાં ખળભળાટ મચાવી રહેલું પ્રકરણ: ચોક્કસ મોડસ ઓપરેન્ડી થકી અમૂક કર્મચારીઓએ કરોડો રૂપિયા ગુપચાવી લીધા હોવાનું જાહેર થતા કંપની દ્વારા તાકીદના પણ છાના ખૂણે પગલા લેવાયા છે, જાણકાર સુત્રોનાં મતે આવકવેરા વિભાગનાં એક નિવૃત અધિકારીની પણ મદદ લેવાઈ રહી હોવાનું જાહેર
કંપનીના સંચાલકે આવી ઘટના બન્યાના અહેવાલની પૃષ્ટિ કરી

રાજકોટ જેવા ઔદ્યોગિક અને વ્યાપારી રીતે વિકસતા જતા અને નામના ધરાવતા મહાનગરમાં ખૂબ જ અગ્રણી ગણાતી અને બહોળો વેપાર ધરાવતી એક ખૂબ જ જાણીતી અને નામાંકિત નમકીન કંપનીમાં કેટલાક ચોક્કસ કર્મચારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી કંપનીને મોટો ચૂનો ચોપડી દીધો હોવાની

Visit Saurashtra Kranti Homepage here

ચોંકાવનારી હકીકતો આધારભૂત અને જાણકાર સુત્રો મારફત બહાર આવવા પામી છે. આ સમગ્ર છેતરપીંડી પ્રકરણ માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રભરની વ્યાપારી અને કોર્પોરેટ આલમમાં સનસનાટી મચાવી રહ્યું છે અને જબરી ચર્ચાનો વિષય બની રહ્યું છે.

કહેવાય છે કે આ કંપનીનાં કૌભાંડ બારામાં હજુ સુધી કંપનીએ કોઈ સતાવાર જાહેર પગલા લીધા નથી. પરંતુ છાને ખૂણે કૌભાંડની ઊંડી અને જોરદાર તપાસની કામગીરીનાં ચક્રો ગતિમાન કરી દીધા છે.

માહિતગાર અને આધારભૂત જાણકાર સુત્રોએ એવો ધડાકો કર્યો છે કે, ચોક્કસ કર્મચારી દ્વારા કંપનીમાં વગદાર સ્થાનનો ગેરલાભ ઉઠાવીને એક યા બીજી યુક્તિઓ અપનાવીને અને ગેરરીતી ભર્યા કારનામાં કરી કંપની સાથે છેતરપીંડીની રમત લાંબા સમયથી ચાલી રહી હતી.

અનૈતિક માર્ગે કંપની સાથે ચોક્કસ કર્મચારીની ટોળકીએ કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું આ સુત્રો જણાવી રહ્યા છે.કંપની સાથે ગોલમાલ કરીને કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરનારા તત્વોનાં કારનામાં અંગે કંપનીનાં સંચાલકોને ખબર પડી જતા એમના પગતળેથી ધરતી ખસી ગઈ હતી.

જો કે કંપની સંચાલકે ખાનગી રાહે તપાસ કરવાનું મુનાસીબ માન્યું છે તેમ કહેવાય છે. કેમકે સુત્રોનું માનીએ તો કંપનીએ અત્યારે આ મામલામાં વિધિસર પોલીસ ફરિયાદ કરવાનું ટાળી દીધું છે

અને પોતાની રીતે કરોડોની ઉચા પતની મૂળ સુધી પહોંચવાના પ્રયાસો વેગપૂર્વક અંદરખાને શરૂ કરી દીધા છે અને જાતે જ આ મામલાની તપાસ તથા ચોક્કસ દોષિત કર્મચારીઓની પૂછપરછની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.

સુમાહિતગાર સાધનોએ જણાવ્યા મુજબ કંપનીએ તપાસમાં અને દોષિત કર્મચારીઓને ઉઘાડા પાડવા માટે હજુ પોલીસની મદદ લીધી નથી. પરંતુ કહેવાય છે કે, એક પ્રાઇવેટ એજન્સી હાયર કરીને કંપનીએ તપાસ માટે તેની સેવાઓ લીધી છે.

કંપનીનાં ગોટાળામાં સામીલ મનાતા 7 શકમંદ કર્મચારીઓને પ્રાઇવેટ એજન્સીની મદદથી શહેરનાં કોશ વિસ્તારમાં આવેલી એક આધુનિક હોટલમાં લઇ જવાયા છે અને ત્યાં આ કર્મચારીઓની ઊંડી અને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

જાણકાર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હજુ આ કર્મચારીઓની હોટેલમાં પૂછપરછ ચાલુ છે. કૌભાંડ નાનું-સુનું નહીં પણ કરોડો રૂપિયાની ગોલમાલને લગતું કૌભાંડ માનવામાં આવે છે.

જે જાહેર થતા કંપનીમાં ખળભળાટ મચી ગયો છે. આ અહેવાલનાં ખબર કંપની જગતમાં કાનોકાન પ્રસરતા રાજકોટની અને સૌરાષ્ટ્રની વેપારી આલમમાં પણ સનસનાટી પ્રસરી ગઈ છે અને ભારે ચર્ચા ચાલી રહી છે.

સુત્રો જણાવે છે કે કંપનીએ કૌભાંડનાં અંકોડા મિલાવવા અને રજે-રજની વિગતો મેળવવા માટે ઇન્કમટેક્ષ વિભાગનાં એક નિવૃત અધિકારીની સેવા પણ લીધી છે. તેમ બહાર આવ્યું છે. આંકડાકીય રીતે મોટાપાયે ગોલમાલ થઇ હોવાથી આ અધિકારી તપાસમાં મદદ કરી રહ્યા હોય તેવું બહાર આવ્યું છે.

કહેવાય છે કે ઉચાપતીયા કર્મચારીઓની ગઠીયા ટોળકીએ સીફત પૂર્વક કંપનીને અંધારામાં રાખી કરોડો રૂપિયા બનાવી લીધા હતા અને બાદમાં ગેરરીતીથી પ્રાપ્ત કરેલા જંગી નાણાનું જમીન, મકાન અને સોના-ચાંદીનાં ઝવેરાતમાં રોકાણ કર્યું હોવાનું પણ આ માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું.

Read About Weather here

આ રીતે કંપનીને નવડાવીને આ ઠગ ટોળકીએ ઉચાપતની રકમનું અન્યત્ર રોકાણ કરવાની રમત રમી હોવાનું પણ ધડાકો થયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સૌરાષ્ટ્ર ક્રાંતી દ્વારા કંપનીનાં સંચાલકનો સંપર્ક કરવામાં આવતા એમણે આ બનાવને પુષ્ટિ આપી છે અને કંપની સાથે છેતરપીંડી થયાના અહેવાલનું સમર્થન કર્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here