રાજકોટની તમામ અદાલતોનો આજથી ફિઝિકલ આરંભ: વકીલોમાં ખુશી

રાજકોટની તમામ અદાલતોનો આજથી ફિઝિકલ આરંભ: વકીલોમાં ખુશી
રાજકોટની તમામ અદાલતોનો આજથી ફિઝિકલ આરંભ: વકીલોમાં ખુશી

રાજકોટ સહિત રાજ્યભરની કોર્ટોમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ થતા વકીલોમાં ખુશીની લહેર વ્યાપી છે

કોરોના કાલમાં અદાલતો છેલ્લા બે વર્ષ દરમ્યાન બંધ રહી હતી જ્યારે કોરોનાનો પ્રકોપ શાંત થોડાક સમય માટે કોર્ટ ચાલુ કરવામાં આવ્યા બાદ ફરી કોરોનાની ત્રીજી લહેરનું આગમન થતાં 7 જાન્યુઆરીથી ફરી કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી બંધ કરવામાં આવી હતી કોરોનાની ત્રીજી અંત તરફ આગળ વધતા હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ અદાલતોના દરવાજા આજે ખુલ્લા મુકી ફિઝિકલ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.રાજકોટની અદાલતમાં ફિઝિકલ કાર્યવાહીનો પ્રારંભ થતા વકીલોએ શ્રીફળ વધેરી કોર્ટમાં પ્રવેશ કર્યો હતો. વકીલો માટે કોર્ટના દરવાજા ખુલતા વકીલ આલમમાં ખુશીનો હલેર જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાની ત્રીજી લહેરમાં રાજકોટ સહિત રાજ્યભર અદાલતોમાં 7 જાન્યુઆરી 2022થી અદાલતમાં કાર્યવાહી બંધ કરવામાં આવી હતી અને તમામ કોર્ટોમાં ઓનલાઇન કાર્યવાહી જ ચાલુ રાખવામાં આવી હતી.કોર્ટના દરવાજા બંધ કરવામાં આવતા વકીલો ને પણ પક્ષકારો સાથે પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી વકીલોની આજીવિકાનો પ્રશ્ર્ન સર્જાયો હતો. વકીલો અને નોટરી વકીલોનો વ્યવસાયને માઠી અસર પહોંચી હતી નોટરી વકીલોએ તો કોર્ટ બહાર રસ્તા પર ટેબ્લો નાખીને કામગીરી ચાલુ રાખી હતી.

જેને પગલે વકીલ એસોસિએશન દ્વારા કોર્ટમાં વકીલોને પ્રવેશ આપવા અને ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધતા હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ અદાલતના આજે દરવાજા ખોલી ફિઝિકલ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે.જાડેજા, સેક્રેટરી પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝરર જીતેન્દ્ર પારેખ, લાઇબ્રેરી સેક્રેટરી સુમિત વોરા, કારોબારી સભ્યો અજય પીપળીયા, મનીષ પંડ્યા, મોનિશ જોશી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કેતન મંડ, કિશન રાજાણી, હિરેન ડોબરીયા,

નૈમિશ પટેલ, મહિલા કારોબારી સભ્ય ચેતનાબેન કાછડીયા સહિત સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને કોર્ટના દરવાજા ખોલતા શ્રીફળ વધેરીને અદાલતોમાં પ્રવેશ કર્યો હતો રાજકોટ સહિત રાજ્યભરની કોર્ટોમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ થતા વકીલોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આગામી તારીખ 12 માર્ચ ના રોજ લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે અદાલતોના દરવાજા ખુલ્લા મૂકી કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ થતાં ફરી કોર્ટની કાર્યવાહી ધમધમી ધમધમતી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here