રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો
રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો
રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ પણ ઓવરફ્લો થયો છે. જેને પગલે રાજકોટવાસીઓને આજીએ રાજી કરી દીધા છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે થોડા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ રાજકોટમાં 18 લાખથી વધુ લોકોને પીવાના પાણી માટે જીવાદોરી સમાન અને ભાગ્યે જ છલકાતો આજી-1 ડેમ આજે ઓવરફ્લો થયો છે.

સતત બીજા વર્ષે આજી ડેમ છલકાતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. કારણ કે રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. રાજકોટની જનતા ઘણા સમય સુધી પાણીનો જથ્થો વાપરી શકે તેટલો જથ્થો ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે રાજકોટમાં પાણીનો પ્રશ્ર્ન હંમેશા પ્રાણ પ્રશ્ર્ન રહ્યો છે. 63 વર્ષ(1958થી 2021) 17મી વાર આજી ડેમ છલકાયો છે. આ ડેમનું લોકાર્પણ 1957માં કરવામાં આવ્યું હતું. જે બાદ આજે 17મી વાર ઓવરફ્લો થયો હતો.

Read About Weather here

આજી ડેમમાંથી 12 કરોડ લિટર દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે. આજી ડેમની કુલ જળ સપાટી 944 ખઈઋઝ છે. મહત્વનું છે કે ગત વર્ષે પણ આજી ડેમ ઓવરફ્લો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here