રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સકારાત્મક વિચારો માટે શરૂ કર્યું પુસ્તક પરબ

સકારાત્મક વિચારોનું પુસ્તક પરબ
સકારાત્મક વિચારોનું પુસ્તક પરબ

કલેક્ટર તેમજ અધિક કલેક્ટર મેહુલ દવેએ સકારાત્મક પ્રતિભાવ આપતા સમરસ ખાતે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ડોક્ટર્સ દ્વારા અમારી ટીમે આ કાર્ય શરુ કર્યું છે

કોરોનાના દર્દીઓને ઓક્સિજનની સારવાર સાથોસાથ સકારાત્મક વિચારથી મનોબળ મજબૂત બને તે માટે સમરસ ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર ખાતે પુસ્તક પરબ શરૂ કરાયું છે. ૬૦૦ થી વધુ વિવિધ કેટેગરીના પુસ્તકો દર્દીઓમા નવી સકારાત્મક ચોક્કસ ઉર્જા પુરી પાડશે તેવુ પુસ્તક પરબના પ્રણેતા અને સાઈક્રિયાટિસ્ટ સોશિયલ વર્કર અને સમરસ ખાતે એમ.એસ. ડબ્લ્યુ ટીમના હેડ નીલધારા રાઠોડનું કહેવુ છે.

Subscribe Saurashtra Kranti here

નીલધારા રાઠોડ આ પુસ્તક પ્રયોગ શરૂ કરવા અંગે જણાવે છે કે, સમરસ ખાતે દર્દીઓને મનોવૈજ્ઞાનિક હૂંફ પુરી પાડવા આ પૂર્વે વીડિયો કોિંલગ અને કાઉન્સેલિંગની સુવિધા શરુ કરવામાં આવી હતી. દર્દીઓમાં નિરાશા કે નકરાત્મક ભાવ ન આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે જિલ્લા કલેકટર રેમ્યા મોહનને પુસ્તકોથી હકારાત્મક વિચારોમા દર્દીઓને ગુંથાયેલા રાખવાની વાત કરી હતી. જેનો કલેક્ટર તેમજ અધિક કલેક્ટર મેહુલ દવેએ સકારાત્મક પ્રતિભાવ આપતા સમરસ ખાતે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ડોક્ટર્સ દ્વારા અમારી ટીમે આ કાર્ય શરુ કર્યું છે.

અમદાવાદની મેન્ટલ હેલ્થ ફોર સિવિલ (પી.એસ.ડબલ્યુ), અર્પણ નાયક તેમજ સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવેલા આ પુસ્તક રાજકોટ સિવિલ ખાતે તેમજ સમરસ ખાતે લાવવામાં આવ્યા છે. જેમાં આધ્યાત્મિક, ધાર્મિક, પોઝિટિવ થિંકીંગ, નવલકથા અને વાર્તાઓની વિવિધ પુસ્તિકાઓ દર્દીઓની રસરુચિ મુજબ પુરી પાડવામાં આવે છે.

Read About Weather here

દર્દીઓ તેમનો સમય અન્ય વિચારોમાં પસાર કરતા હતા તેને બદલે હવે તેઓ પુસ્તક વાંચનની પ્રવૃતિમાં જોડાઈ ગયા છે. પરિણામે તેમનું મન કોરોનાના વિચારોમાંથી બહાર આવી અન્ય દિશામાં વળ્યું છે, જેનાથી તેમની તબિયતમાં ઝડપી સુધારો આવશે તેવો આશાવાદ આ ટીમે વ્યક્ત કર્યો છે.

કહેવાય છે કે એક સારું પુસ્તક સો મિત્રની ગરજ સારે છે. ત્યારે અહીં તો ૬૦૦ થી વધુ પુસ્તકો દર્દીઓના સાચા મિત્ર બનવા જઇ રહૃાા છે. હાલ સમરસ ખાતે ડો. મેહુલ પરમાર, ડો. કેતન પીપળીયા, ડો. જયદીપ ભૂંડિયાની અધ્યક્ષતામાં ૧૦૦૦ થી વધુ દર્દીઓ કોરોના સામે લડત આપી રહૃાા છે ત્યારે પુસ્તકો સાથેનો મનોવૈજ્ઞાનિક પ્રયોગ સારવારમાં નવો આયામ પૂરો પાડશે તેમ કહી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here