ઘરની બહાર ઉભા રહી મેરેજ એનિવર્સરી ઉજવી : ડોક્ટર વિશાલ ઠક્કર

Dr Vishal-મેરેજ એનિવર્સરી
Dr Vishal-મેરેજ એનિવર્સરી
હોસ્પિટલમાં કામ કરતા તમામ લોકો તેમની હોસ્પિટલમાં જ રહે છે ગઈકાલે ડોક્ટર વિશાલ ઠાકરના લગ્ન ની આઠમી મેરેજ એનિવર્સરી હતી. જેથી તેમની પત્ની બાળકો અને પરિવારના ખૂબ જ આગ્રહવશ થી તેઓ પોતાના ઘરે ગયા હતા

બનાસકાંઠાના ડીસામાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહેલા તબીબે પોતાને લગ્નની આઠમી મેરેજ એનિવર્સરી ની અનોખી રીતે ઉજવણી કરી હતી. છેલ્લા ૨૦ દિવસથી તેઓ ઘરે ગયા નથી જોકે ગઈ કાલે પરિવારજનોના આગ્રહથી ઘર ગયા બાદ બહાર ૧૦ ફૂટ દૃૂર ઊભા રહી તેમની પત્નીએ બાળકો સાથે કેક કાપી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

Subscribe Saurashtra Kranti here

અત્યારે કોરોના મહામારી ના સમયમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક ડોક્ટર્સ, નર્સ સહિતના લોકો કોરોના વોરિયર્સ તરીકે દિવસ-રાત કામ કરી રહૃાા છે. જેમાંના એક છે ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબ ડો. વિશાલ ઠક્કર જેઓ છેલ્લા ૨૦ દિવસથી તેમની હોસ્પિટલમાં સતત કોવિડ ના દર્દીઓની સારવાર કરી રહૃાા છે. પોતાના પરિવારને કોરોના નો કોઈ ચેપ ન લાગે તે માટે ૨૦ દિવસ થી પોતાના માતા-પિતા , પત્ની અને બાળકો થી દૃૂર હોસ્પિટલમાં રહે છે.

Read About Weather here

એટલું જ નહીં પરંતુ તેમની હોસ્પિટલમાં કામ કરતા તમામ લોકો તેમની હોસ્પિટલમાં જ રહે છે ગઈકાલે ડોક્ટર વિશાલ ઠાકરના લગ્ન ની આઠમી મેરેજ એનિવર્સરી હતી. જેથી તેમની પત્ની બાળકો અને પરિવારના ખૂબ જ આગ્રહવશ થી તેઓ પોતાના ઘરે ગયા હતા. જોકે ઘરે ગયા બાદ પણ ઘરની બહાર ઉભા રહૃાા. તેમના મેરેજ એનિવર્સરીની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમની પત્નીએ ઘરની અંદર બાળકો સાથે રહી કેક કાપી, જ્યારે ડોક્ટર વિશાલ ઘરની બહાર ઉભા રહૃાા હતા.

અત્યારે ડોક્ટર વિશાલ ઠક્કર સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહૃાા છે. સતત ૨૦ દિવસથી તેઓ પોતાના પરિવારથી દૃૂર રહી દર્દીઓને નવજીવન બક્ષી રહૃાા છે, તેમના લગ્ન બાદ પ્રથમ વખત તેઓ આટલા સમય સુધી પોતાના પરિવારથી દૃૂર રહી લોક સેવા કરે છે. જેથી તેમની પત્ની કિંજલ ઠક્કર પણ તેમને પુરતી હુંફ અને સ્નેહ આપે છે. તેમજ પરિવારનું ધ્યાન રાખે છે. અને તેમના પતિ જે તે કામ કરી રહૃાા છે તે માટે તેઓ પણ ગર્વ મહેસૂસ કરે છે .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here