રાજકોટના સિનિયર સિટીઝન માટે રમત સ્પર્ધાનું આયોજન

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ યોજાશે
શુટીંગ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટીકસ સ્પર્ધા યોજાશે

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરાયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જે અન્વયે રાજકોટ ખાતે કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી રાજકોટ શહેર સંચાલીત 60 વર્ષથી ઉપરની વયના સીનીયર સીટીઝનો માટે શુટીંગ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટીકસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક રાજકોટ શહેરના સીનીયર સીટીઝન ભાઇઓ /બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર બ્લોકનં-2, સાતમો માળ, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, ખાતેથી મેળવી તા.5 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે મોકલી આપવાનું રહેશે.

ફોર્મ સાથે ડોકટરનું ફીનેશનું સર્ટીફિકેટ તથા આધાર કાર્ડ નકલ સાથે આપવાનું રહેશે.

Read About Weather here

સમયમર્યાદામાં મળેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમની જાણ કરવામાં આવશે જેની નોંધ લેવા તથા વધુ વિગતો માટે ફોનં- 0281-24423 પરથી મેળવવા જિલ્લા રમતગમત અધિકારીશ્રી રાજકોટ શહેરની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here