રાજકોટના વિખ્યાત ઇમીટેશન જવેલરી ઉદ્યોગની હવે અગ્નિપરીક્ષા

રાજકોટના વિખ્યાત ઇમીટેશન જવેલરી ઉદ્યોગની હવે અગ્નિપરીક્ષા
રાજકોટના વિખ્યાત ઇમીટેશન જવેલરી ઉદ્યોગની હવે અગ્નિપરીક્ષા

કેન્દ્રીય બજેટમાં કાચા માલ પરની આયાત જકાતમાં વધારો; બે લાખ લોકોને રોજગારી આપતા ઉદ્યોગનું વાર્ષીક ટર્ન ઓવર રૂ.3 હજાર કરોડ; નિકાસો કરીને રૂ.400 કરોડનું કિંમતી વિદેશી હુંડીયામણ પણ અપાવતા ઉદ્યોગ પર ધેરાયા વાદળ

રાજકોટના ખુબ જ વિખ્યાત અને દેશ વિદેશમાં વેપાર ધંધાને ફેલાવતા જતા ઇમીટેશન જવેલરી ઉદ્યોગને ખાંડાની ધાર પર ચાલવું પડે અને મંદીનો સામનો કરવો પડે એવો કપરો વખત આવી ગયો છે. કેન્દ્રીય અંદાજ પત્રમાં કાચા માલ પરની કસ્ટમ જકાતમાં વધારો લાગુ કરી દેવાયો હોવાથી ઇમીટેશન જવેલરી ઉદ્યોગ માટે અગ્ની પરીક્ષા જેવો સમય આવી ગયો છે તેમ ઉદ્યોગકારો અને ઉદ્યોગના નિષ્ણાંતો જણાવી રહયા છે. કસ્ટમમાં વધારાથી રાજકોટમાં આ ઉદ્યોગને પ્રતિકુળ અને ગંભીર અસર થવાની ભીતી સેવાઇ રહી છે. કેમ કે, 2 લાખ લોકોને રોજગારી આપતા ઉદ્યોગનું વાર્ષીક ટર્ન ઓવર અંદાજે રૂ.3 હજાર કરોડ જેટલું છે.

Visit Saurashtra Kranti Homepage here

એકલા રાજકોટ મહાનગરમાં 1 હજાર જથ્થાબંધ વેપારી યુનીટ છે. નિકાસો કરીને રાજકોટનો આ પ્રતિષ્ઠિત ઉદ્યોગ રૂ.400 કરોડનું કિંમતી વિદેશી હુંડીયામણ દેશને કમાવી આપે છે. હવે આ ઉદ્યોગ પર સંકટના વાદળો ધેરાતા દેખાય છે.

ઔદ્યોગીક સુત્રોએ જણાવ્યા મુજબ ઇમીટેશન ઉદ્યોગ માટે જરૂરી 60% જેટલો કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે. હવે ચીનથી માલ મગાવવાનું ખુબ મોંઘુ પડશે. ઇન્મીટેશન જવેલરી ઉદ્યોગના નિષ્ણાંતોએ જકાત વધારાનો જોરદાર વિરોધ કર્યો છે અને એવી લાગણી વ્યકત કરી છે કે, કેટલાક મુઠ્ઠી ભર કર ચોરોના પાપની સજા આખા ઉદ્યોગને આપી શકાય નહીં. સરકારે જકાત વધારીને આખા ઉદ્યોગને સંકટમાં મુકી દીધો છે. જથ્થાબંધ માલ વહેચનારા 1 હજાર યુનીટ છે.

જેના થકી 2 લાખ લોકોને રોજગારી મળી રહી છે.ઇમીટેશન જવેલરી એસોસીએશનના પ્રમુખ જીજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, કાચા માલ પૈકીનો 50 થી 60% માલ ચીનથી મંગાવવો પડે છે. ભારતમાં કાચા માલનું ઉત્પાદન અત્યારે શકય નથી. એવામાં નાણામંત્રી બજેટમાં કાચા માલ પરની કસ્ટમ જકાતમાં કિલો દીઢ રૂ.400 જેવો વધારો સુચવ્યો છે. જેના કારણે ઇમીટેશન જવેલરી બનાવવાનું ખુબ જ મોંઘુ પડશે અને નિકાસોને પણ ફટકો પડશે. અત્યારે કાચા માલની આયાત પર 30% જકાત લાગે છે.

એનો અર્થ એ થયો કે જો કાચો માલ કિલો દીઢ રૂ.500ની કિંમતનો હોય તો રૂ.150 તો જકાત ચુકવવાની રહે છે. હવે રૂ.400 જકાત રૂપે ચુકવવા પડશે. અત્યારે સમસ્યા એ છે કે, સસ્તો અને સારો કાચો માલ બનાવવાની આધુનિક ટેકનોલોજી ચીન પાસે જ છે અને એમની પાસે માનવ શકિત પણ છે. આ બધા પરીબળો રાજકોટના ઉદ્યોગને નુકસાન કરશે અને નિકાસોને પણ ફટકો પડશે.

Read About Weather here

રેડિમેઇન્ટ જવેલરીમાં પણ અત્યારે ચીન ભારતની સ્પર્ધા કરી રહયું છે. પણ ડિઝાઇન અને ભાવની દ્રષ્ટિએ એ સેકટરમાં ચીન કોઇ કાળે ભારતને પહોંચી શકે તેમ નથી. હવે જોજકાત વધારો લાગુ થઇ જશે તો ભારતના નિકાસકારો વિશ્ર્વ બજારની સ્પર્ધામાં ઉભા રહી શકશે નહીં. એ જોતા રાજકોટના ઇમીટેશન જવેલરી ઉદ્યોગ માટે સંકટના કાળા વાદળ ધેરાય ગયા હોય એવું લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here