રાજકોટના રાજમાર્ગો ખાડા બુરવાની કામગીરી શરૂ કરાઈ

રાજકોટના રાજમાર્ગો ખાડા બુરવાની કામગીરી શરૂ કરાઈ
રાજકોટના રાજમાર્ગો ખાડા બુરવાની કામગીરી શરૂ કરાઈ
રાજકોટ શહેરમાં પહેલા વરસાદે જ અનેક રસ્તા ભાંગીને ભુકકો બની ગયા છે. તેમાં પણ પશ્ર્ચિમ રાજકોટના છેડે આવેલા અનેક વિસ્તારોમાં તો બ્રીજ સહિતના કામ ચાલતા હોય, લોકોને આ માર્ગો પરથી નીકળવું મુશ્કેલ બન્યું છે. માધાપર ચોકડીએ તો વાહન લઇને પસાર થવું મુશ્કેલ હોય, જોખમી ખાડાઓ પેવિંગ બ્લોકથી બુરવા મ્યુનિ. કમિશનરે સુચના આપી છે. રોજ છુટોછવાયો વરસાદ પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં બે દિવસ પહેલા ત્રણ ઇંચ વરસાદ વરસતા તમામ માર્ગો પાણી પાણી થયા હતા, રાજમાર્ગો પર ટ્રાફિક જામ થયા હતા. હવે ત્રણે ઝોનમાં નવા અને જુના ખાડાના સર્વે કરવા સીટી ઇજનેરોને સૂચના આપ્યાનું કમિશનરે જણાવ્યું છે. ઝોનવાઇઝ અને વોર્ડ વાઇઝ સાથે મુખ્ય માર્ગો ઉપર ખાડાનો રીપોર્ટ બનાવાઇ રહ્યો છે. સાથોસાથ ખાડા બુરવાની કામગીરી પણ ચાલે છે. ગત વર્ષે જે વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા હતા અને ખાડા પડયા હતા તેની યાદી પણ કોર્પો. પાસે છે આથી તેના ઉપરથી પણ કામગીરી ચાલી રહી છે.

Read About Weather here

કમિશનરે અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ત્રણે ઝોનના મુખ્ય માર્ગો પર રહેલા ખાડા મેટલ કે મોરમથી બુરવાને બદલે જરૂર હોય ત્યાં પેવિંગ બ્લોકથી બુરવા સુચના અપાઇ છે. પેવિંગ બ્લોકના કારણે લેવલીંગ સરખુ થાય છે. રોડની મજબુતી ટકી રહે છે. ખાડામાંથી આગળ પાણી પ્રસરતું નથી. લાંબો સમય સુધી આ બ્લોક ટકે પણ છે. આથી ખાડામાં પેવિંગ બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here