રાજકોટના બિઝનેસમેને સુરતની મહિલા સાથે અમદાવાદમાં આચર્યું દુષ્કર્મ

ફિલ્મોમાં અભિનેત્રી બનાવવાની લાલચ આપી સગીરા સાથે બળાત્કાર
ફિલ્મોમાં અભિનેત્રી બનાવવાની લાલચ આપી સગીરા સાથે બળાત્કાર

બીજી યુવતી સાથે લગ્ન કરતા મહિલાએ નોંધાવી ફરિયાદ
ઉદ્યોગપતિને દુબઈના બિઝનેસ એક્સપોમાં મળ્યા હતા અને મિત્રતા કેળવીને અનેકવાર દુષ્કર્મ આચર્યા હોવાની ફરીયાદ

રાજકોટના ઉદ્યોગપતિએ તેની મહિલા બિઝનેસ પાર્ટનરને લગ્નનની લાલચ આપીને અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ઉદ્યોગપતિને દુબઈના બિઝનેસ એક્સપોમાં મળ્યા હતા અને મિત્રતા કેળવીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ કોરોના કાળમાં મહિલા પાર્ટનરને અંધારામાં રાખીને બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હોવાની જાણ થતાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતમાં રહેતી 36 વર્ષીય મહિલા તેની માતા અને ભાઈ સાથે રહે છે. તેના પિતાનું અવસાન થતા યુવતી પરિવારમાં મોટી હોવાથી પરિવારની જવાબદારી આવી ગઈ હતી. જેથી યુવતી 2008માં દુબઈ ખાતે નોકરી કરવા ગઈ હતી. દરમિયાન દુબઈ બિઝનેસ એક્સપોમાં રાજકોટના બિઝનેસમેન ફેનિલ કોરાટ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ ફેનિલે મોટી મોટી વાતો કરી પોતાની કંપનીમાં યુવતીને બિઝનેસ પાર્ટનર બનાવી શિવોત્રી ઈનપેક્ષ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો.

Read About Weather here

ફરિયાદ અનુસાર બંને સાથે કામ કરતા હતા અને કામ માટે બહાર પણ જતા હતા. દરમિયાન અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ નોવાટેલ, હિલ્ટન અને એસજી હાઈવેની એક હોટલમાં યુવતીને લઈને આવતો હતો અને તેની બળાત્કાર ગુજારતો હતો. બિઝનેસમેને યુવતીને લગ્નની લાલચ આપતો હોવાથી યુવતી પણ તેની સાથે બિઝનેસમાં જોડાયેલી હતી. પરંતુ એક દિવસ તેને ખબર પણ કે ઉદ્યોગપતિએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા છે ત્યારે તેણીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here