રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ કોરોના સંક્રમિત…!

રાજકોટ
રાજકોટ

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં પણ હવે નવા પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે

રાજકોટમાં કોરોના કેસમાં દિવસેને દીવસે વધારો થઈ રહ્યો છે. કોરોનાના સકંજામાં હવે રાજકીય આગેવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્રી અમૃતા તથા નીતિનભાઇના પત્નિ વંદનાબેન અને મોટા પુત્ર નિયંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ આઇસોલેટ થયા હતા. આ ઉપરાંત મનપાના પૂર્વ વિરોધપક્ષ નેતા વશરામ સાગઠિયા કોરોના સંક્રમિત થતા તેઓ હાલ હોમ આઇસોલેટ થયા હતા. ત્યાં આજે ફરી મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ કોરોના સંક્રમિત થતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ગઈકાલે નવા 198 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ કેસની 18757 સંખ્યા પાર પહોંચી ગઈ છે.

રાજ્યમાં કોરોનાના અલગ અલગ જગ્યાએ નવા લક્ષણો સામે આવી રહ્યા છે. જેમાં ખંજવાળ અને પેટનો દુખાવો સહિત સામેલ છે. રાજકોટમાં પણ હવે નવા પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને ઘણા કિસ્સામાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી. જે દાખલ થાય છે તેમાં મોટાભાગે 40થી શરૂ કરી 60 વર્ષની વયના દર્દીઓ હોય છે. તંત્રના જણાવ્યા મુજબ રાજકોટમાં સોમવારે કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા હતા. જેમાં શહેરના 130 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 34 દર્દીનો સમાવેશ થાય છે. એક્ટિવ કેસ 695 થયા છે.

તાવ, શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણો જોવા ન મળ્યા. એક દિવસ ખૂબ જ સખત નબળાઈ અનુભવાઈ. નબળાઈ વધુ હોવાથી ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આજ દિન સુધી હજુ તાવ, માથું દુખવું કે ઉધરસના એક પણ લક્ષણ જોવા નથી મળ્યા, પરંતુ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા દિવસે મેં ખોરાક લીધો તો પેટ જકડાઈ ગયું અને પેટનો દુખાવો અસહ્ય થયો. ત્યારબાદ મેં માત્ર લિક્વિડ ફૂડનો જ આગ્રહ રાખ્યો. 6 દિવસ બાદ હું ખોરાક લઈ શક્યો.

Read About Weather here

મારા અનુભવ પરથી હું એવું કહું છું કે, જો કોઇને નબળાઈ અનુભવાય તો તેને અવગણવાને બદલે તુરંત જ ટેસ્ટ કરાવવો જોઇએ. વુહાન પેટર્ન મુજબ તાવ, શરદી, ઉધરસ જોવા મળતા હતા. યુકે સ્ટ્રેનમાં આ બધા લક્ષણો ગાયબ હતા. તેમ નવી સ્ટ્રેનનો ભોગ બનેલ કોરોનાના દર્દી જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here