રાજકોટના નવા મેયર તરીકે ડો. પ્રદીપ ડવની અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી (17)

RAJOT-MEYAR-PRADSIP DOVE
RAJOT-MEYAR-PRADSIP DOVE

રાજકોટ પહેલાં ભાજપ દ્વારા સુરતના મેયર અને પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી

Subscribe Saurashtra Kranti here.

છ મનપાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયર જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ આજે રાજકોટના મેયરની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના નવા મેયર તરીકે ડો.પ્રદીપ ડવની તાજપોશી કરવામાં આવી છે. જ્યારે RMC સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ડેપ્યૂટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ તેમજ શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ઘવા અને દંડક તરીકે સુરેન્દ્રિંસહ વાળાની વરણી કરવામાં આવી છે.

રાજકોટ પહેલાં ભાજપ દ્વારા સુરતના મેયર અને પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. સુરતને નવા મેયર મળી ગયા છે. હેમાલી બોઘાવાલાને સુરતના નવા મેયર બનાવાયા છે. જ્યારે દિનેશ જોધાણીને સુરતના ડેપ્યૂટી મેયર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એસએમસી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. તેમજ શાસકપક્ષના નેતા તરીકે અમિતિંસહ રાજપૂતની નિયુક્તિ કરવામાં આવી છે.

છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયર અને પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યારે રાજકોટ, સુરત અને જામનગરના મેયર અને પદાધિકારીઓનાં નામોની જાહેરાત બાકી હતી. જેમાં આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશ માટે મેયર તરીકે હેમાલી બોઘાવાલાને પસંદ કરવામાં આવ્યા છે. આ અગાઉ ૩ મહાનગરોના મેયર પદ સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ હતી. જેમા અમદાવાદમાં કિરીટ પરમાર, વડોદરામાં કેયુરભાઇ રોકડીયા તેમજ ભાવનગરમાં કીર્તિબેન દાણીધારીયાની મેયર પદ વરણી થઈ હતી.

Read About Weather here

નવનિયુક્ત પદાધિકારીની યાદી

મેયર-ડો.પ્રદૃીપ ડવ
ડે.મેયર-ડો.દર્શીતા શાહ
શાસક પક્ષના નેતા- વિનુ ઘવા
શાસક પક્ષના દંડક-સુરેન્દ્રિંસહ વાળા

સ્થાયી સમિતિના સભ્યો

૧.પુષ્કર પટેલ
૨.મનીષ રાડિયા
૩.બાબુ ઉધરેજા
૪.ચેતન સુરેજા
૫.નીતિન રામાણી
૬.ડો.અલ્પેશ મોરઝરીયા
૭.જયમીન ઠાકર
૮.નેહલ શુક્લ
૯.નયના પેઢડીયા
૧૦.દૃુર્ગાબા જાડેજા
૧૧.ભારતી પરસાણા
૧૨.ભારતી પાડલીયા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here