મંજૂરી વગર કોંગ્રેસની દાંડીકૂચ, ચાવડા, ધાનાણી સહિત ઘણાની અટકાયત (16)

DHANANI-CHAVDA-SALT-MARCH-DANDI-YATRA
DHANANI-CHAVDA-SALT-MARCH-DANDI-YATRA

દાંડી કૂચને મંજૂરી આપવામાં આવી નહતી

મંજૂરી વગર કોંગ્રેસે દાંડી યાત્રા કાઢવાનો પ્રયત્ન કરતા કાર્યકરો અને નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું.

Subscribe Saurashtra Kranti here.

એક બાજુ અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરાવવા અને દાંડી કૂચને પ્રસ્થાન કરાવવા માટે પીએમ મોદી આજે અમદાવાદની મુલકાતે હતા. કાર્યક્રમ પૂરો થતા જ કોંગ્રેસની પણ એક દાંડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે ટ્રેક્ટરને પણ સામેલ કરાયા હતા. જો કે પોલીસ દ્વારા આ દાંડી કૂચને મંજૂરી આપવામાં આવી નહતી. આમ છતાં કોંગ્રેસ પોતાની આ દાંડી કૂચ માટે મક્કમ હતી અને ૨ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર કાર્યકરો અને નેતાઓનો જમાવડો થવા લાગ્યો. અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસ કાર્યાલયથી દાંડી યાત્રા કાઢીને ગાંધી આશ્રમ તરફ જવા માટે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ નીકળ્યા હતા. અમિત ચાવડા, પરેશ ધાનાણી, કેટલાક મહિલા નેતાઓ અને કાર્યકરો એલિસ બ્રિજ સુધી પહોંચી પણ ગયા. પણ પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસે અટકાવી લેવાયા. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સિદ્ધાર્થ પટેલની પણ એલિસ બ્રિજથી જ અટકાયત કરી લેવાઈ. અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ જવાયા. મહિલા નેતા પ્રગતિ આહિરનું પણ પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવાના કારણે એક કોંગ્રેસ કાર્યકરની તબિયત લથડી છે.

કાર્યકર બેભાન થઈ ગયા છે. કાર્યકરને સારવાર માટેની તજવીજ હાથ ધરાઈ છે. કોંગ્રેસ આજના દિવસે દાંડી કૂચ કાઢવા માટે મક્કમ હતી જેના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી.

Read About Weather here

યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ હતી. દર વખતે દાંડી કૂચના દિવસે કોંગ્રેસ દ્વારા આ રીતે દાંડીકૂચ કાઢવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે આઝાદીના અમૃત મહોત્સવના કારણે મંજૂરી અપાઈ નહતી. આ વખતે કોંગ્રેસે દાંડીકૂચની સાથે સાથે ખેડૂતોનો મુદ્દો ઉઠાવીને ટ્રેક્ટરોને પણ સામેલ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here