રાજકોટના તરઘડી પાસે ઇકો પલ્ટી જતાં પરિણીતાનું મોત :પતિ સહિત બે ઘવાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટના તરઘડી ગામ પાસે અકસ્માતે ઇકો ગાડી પલ્ટી જતા ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે તેમના પતિ અને અન્ય ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા દિપકભાઈ ગોવિંદભાઈ પરમાર અને તેમના પત્ની મંજુલાબેન દિપકભાઈ તથા અન્ય એક મુસાફર પ્રશીલ રતિલાલ દૂધાગરા રાજકોટથી ઇકો ગાડીમાં બેસીને જામનગર જઇ રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઇકો ગાડી રાજકોટના તરઘડી ગામ પાસે પહોંચી ત્યારે ચાલકે પરથી કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઈ ગઇ હતી. જેમાં મંજુલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ત્રણેય ઇજાગ્રસ્તોને તાકિદે સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નિપજ્યું હતું. મંજુલાબેન સફાઈ કામદાર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

વાલ્મીકી દંપિત દિપકભાઈના ખંભાળીયા ખાતે રહેતા મોટાભાઈની લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં મંજુલાબેનનું મૃત્યુ નિપજતા વાલ્મીકી દંપતિ ખંડીત થયું છે.દિપકભાઈ અને મંજુલાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્રી હોવાની વિગતો સાંપડી છે જ્યારે ઇકો પલ્ટી ખાઈ જતાં ઘવાયેલા જામનગરના પ્રશીલ રતિલાલ દુધાગરા હજુ પણ સારવાર હેઠળ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here