રાજકોટના ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનશે

રાજકોટના ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનશે રાજકોટના ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનશે
રાજકોટના ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનશે

કોરોનાની સંભવિત ત્રીજી લ્હેરને લઇને જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તૈયારી

રાજકોટ જિલ્લામાં જૂલાઇ સુધી અને શહેરમાં નવેમ્બર-ડિસેમ્બર સુધીનું પીવાનું પાણી


જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પદ્મકુંવરબા હોસ્પિટલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો, સુવિધાઓ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હોસ્પિટલમાં જરૂરી દવાનાં જથ્થાનો સ્ટોક જાળવી રાખવા માટે તાકીદ કરી હતી. નવા 23 એપ્રેન્ટીસ માટે મંજૂરી આપવામાં આવી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ આદરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરનાં માધ્યમમાં આવેલ ચૌધરી હાઈસ્કૂલનાં મેદાનમાં ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા 100 બેડની કોવિડ હોસ્પિટલ બનશે. જેની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. પદ્મકુંવરબા હોસ્પિટલમાં નોન કોવિડનાં 200 બેડ ઉપલબ્ધ કરાશે. ઢેબર ઓડીટોરીયમમાં સિવિલ હસ્તક 100 બેડ તેમજ ઝનાના હોસ્પિટલમાં 200 બેડ બાળકો અને 100 બેડ મહિલાઓ માટે રાખવામાં આવશે.

પદ્મકુંવરબા હોસ્પિટલમાં સપ્ટેમ્બર સુધીમાં 300 બેડની સપ્ટેમ્બર સુધીમાં 300 બેડની હોસ્પિટલ તૈયાર થઇ જશે. કલેકટર અરુણ મહેશ બાબુએ વધુમાં જણાવ્યું હતું કે, સાયન્સસીટી સપ્ટેમ્બર સુધીમાં શરૂ થઇ જશે.

રાજ્યના અનેક શહેરો-જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતા પીવાના અને સિંચાઈનું પાણીની ચિંતા ખેડૂતો કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા-શહેરમાં પીવાના અને સિંચાઈનું પાણી અંગે જણાવ્યું હતું કે, શહેરમાં નવેમ્બર અને ડિસેમ્બર સુધી પાણી છે. જયારે જિલ્લામાં જુલાઈ સુધીનું પાણી છે.

સમગ્ર જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ થયેલ છે કે કેમ સહિતની વિગતો મંગાવવામાં આવી છે.ઈશ્વરીયા પાર્કને ડેવલોપમેન્ટ કરાશે. બોટિંગ સહિતની સુવિધામાં વધારો કરાશે. જન્માષ્ટમી પર ઈશ્વરીયા પાર્ક ખુલ્લુ રાખવું કે, કેમ તે અંગે આજે સાંજે રાખવામાં આવેલી મીટીંગમાં નિર્ણય લેવામાં આવશે.

Read About Weather here

ભાદર-1 અને આજી-1 માં પાણી ઓછું હોવાનું જણાવ્યું હતું. શહેરમાં પીવાના પાણી માટે આજી-1, ભાદર-1, લાલપરી, રાંદરડામાં નવેમ્બર સુધીનું પાણી છે. રાજકોટ જિલ્લામાં ભાદર-1, આજી-3, મોજ, વેણું-2, ન્યારી-2, બેડી, ભાદર-2 સહિતનાં ડેમોમાં પાણી જુલાઈ સુધીનું છે.રાજકોટ શહેરમાં નવેમ્બર અને ડિસેમ્બર સુધીનું પાણી છે. જયારે જીલ્લામાં જુલાઈ સુધીનું પાણી હોવાનું જણાવ્યું હતું.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here