રાજકોટના કુવાડવા ગામમાં લોકોના મણકા ભાંગી નાખે તેવા ભંગાર રસ્તા

રાજકોટના કુવાડવા ગામમાં લોકોના મણકા ભાંગી નાખે તેવા ભંગાર રસ્તા
રાજકોટના કુવાડવા ગામમાં લોકોના મણકા ભાંગી નાખે તેવા ભંગાર રસ્તા
લોક સંસદ વિચાર મંચના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા મહાનગરપાલિકા વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી નારી સુરક્ષા સમિતિના મહામંત્રી સરલાબેન પાટડીયા સંયુક્ત યાદી જણાવે છે કે, રાજકોટ અમદાવાદ હાઈ-વે પર ના 15000થી વધુ વસ્તી ધરાવતા કુવાડવા ગામમાં તૂટેલા અને ભંગાર રસ્તાઓના ખાડાઓમાં વરસાદી પાણી ભરાવા ને પગલે જાનહાનિ થવાની દહેશત ઊભી થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

કુવાડવામાંથી પસાર થતી એસટી ની બસો ને પગલે અને ભારે વાહનોની સતત અવરજવરને કારણે કુવાડવા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને કુવાડવા પોલીસ સ્ટેશન ના જવાબદાર પોલીસ અધિકારીઓ આમ જનતાને હાઇ-વે પ્રોજેક્ટમાંથી કરોડોનો દંડ વસૂલવાને બદલે કુવાડવા બસ સ્ટેન્ડ પાસે પણ ક્યારેક લટાર મારે અને યોગ્ય કરે તે જરૂરી છે. ભંગાર રસ્તાના પ્રશ્ર્ને એસટીની કમાનો રોજબરોજ તૂટી રહી છે. અત્યંત બિસ્માર રસ્તાના પગલે મસ મોટા ખાડાઓ પડી ગયા છે. અને આ ખાડાઓને પગલે એ ખાડામાં વરસાદીની પાણી ભરાયેલું રહે છે.

Read About Weather here

ખાડાઓને પગલે એસટીની બસમાં રોજબરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકોના અને આમ જનતાના કમરના મણકા તૂટી જાય એ હદે મસ મોટા બબ્બે ત્રણ-ત્રણ ફૂટના ખાડાઓ છે. આ ખાડાઓની મરામત કરવા મંચના ગજેન્દ્રસિંહ ઝાલાએ રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા ને અને કાર્યપાલક ઇજનેર ચિરાગભાઈને ખાડાઓની તાત્કાલિક મરામત કરી યોગ્ય કરવા ટેલીફોનિક ફરિયાદ કરી છે. જે પગલે કાર્યપાલક ઇજનેરે સાથે રાખી સર્વે કરાવી તાત્કાલિક કમર તોડ રસ્તા અંગે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here