રાજકોટના આંગણે કાલે ‘ઈન્ડિયન આઈડોલ’ ના સિતારાઓનો અદ્ભૂત મ્યુઝિકલ શો

રાજકોટના આંગણે કાલે ‘ઈન્ડિયન આઈડોલ’ ના સિતારાઓનો અદ્ભૂત મ્યુઝિકલ શો
રાજકોટના આંગણે કાલે ‘ઈન્ડિયન આઈડોલ’ ના સિતારાઓનો અદ્ભૂત મ્યુઝિકલ શો
છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કપરા કાળમાં તણાવમુક્ત જિંદગી જીવવાની સાથોસાથ કોરોનાના સંક્રમણથી બચવા માટેના કેટલાક નિયંત્રણોનો પણ સામનો કરી ચૂકેલા લોકો હાલ સામાન્ય પરિસ્થિતિમાં મુક્તિનો આનંદ માણી રહ્યા છે. કોરોનાની સ્થિતિ કાબુમાં આવી અને પરિસ્થિતિ નોર્મલ બનતા થોડા દિવસો પૂર્વે જ હોળી-ધુળેટીના પર્વની ઉજવણી રૂપે હિન્દી હાસ્ય કવિ સંમેલનનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ સિલસિલો આગળ ધપાવતા હવે 1 લી મે, ‘ગુજરાત રાજ્ય સ્થાપના દિનની’ ઉજવણી રૂપે રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર શાનદાર લાઈવ મ્યુઝિકલ શો સપ્તરંગી સાંજ દ્વારા શહેરના નાગરિકોને જુના નવા ગીતોથી સંગીતમય બનાવશે. આ કાર્યક્રમમાં ‘સોની’ ટી.વી.ના મ્યુઝિક રિયાલિટી શો ઈન્ડીયન આઈડોલના દેશ વિદેશમાં લોકપ્રિય બની ચૂકેલા સિંગરો પવનદિપ રાજન, અરૂણીતા કાનજીલાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી અને સવાઈ ભાટ જુના નવા હિન્દી ફિલ્મ ગીતો પ્રસ્તુત કરશે.

1 લી મે, ‘ગુજરાત રાજ્ય સ્થાપના દિનની’ ઉજવણી રૂપે રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર શાનદાર લાઈવ મ્યુઝિકલ શો સપ્તરંગી સાંજ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે,મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

અહીં એ યાદ અપાવીએ કે ઈન્ડીયન આઈડોલના મંચ થકી સિંગરોની લોકપ્રિયતાએ દેશ વિદેશના સિમાડા ક્રોસ કર્યા હતા. એક એકથી ચડિયાતા એવા આ સિંગરોમાં મોટાભાગના સિંગરો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારમાંથી આવે છે. ઈન્ડીયન આઈડોલના મંચે તેઓને એક નવી ઓળખ આપી અને આજે તેઓ પોતાના સુરીલા કંઠથી લોકોના હદય પર રાજ કરી રહ્યા છે.

Read About Weather here

તેમ જણાવીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશ પીપળીયાએ ઉમેર્યું છે કે, અત્યાર સુધી રાજકોટની જનતાએ આ સિંગરોને ટી.વી. પર કે યુ ટ્યુબમાં જ સાંભળ્યા છે. પરંતુ હવે તેઓને રાજકોટની જ ધરતી પર લાઈવ સાંભળવા-જોવાનો મોકો મળી રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓ આ મ્યુઝિકલ કાર્યક્રમને લઈને જબરદસ્ત ઉત્સાહ અને તાલાવેલી અનુભવી રહ્યા છે. આ કલાકારોનો કાર્યક્રમ લાઈવ નિહાળવો અને સાંભળવો એ એક યાદગાર સંભારણું બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here