રાજકોટનાં વેપારીઓની ઘીરજ ખુટી !

રાજકોટનાં વેપારીઓની ઘીરજ ખુટી
રાજકોટનાં વેપારીઓની ઘીરજ ખુટી

સરકારનાં પગલાથી હવે વેપારીઓના આલમ કંટાળી ગયા છે

સંપૂર્ણ લોકડાઉન લાદો નહીંતર અમને અંશત: લોક ડાઉનની પીડામાંથી મુક્તિ આપો, અધકચરા પગલાઓ સામે ગુંદાવાડી સહિતની મુખ્ય બજારનાં વેપારીઓનો જબરો રોષ, ધંધામાં ભારે નુકશાન થતું હોવાની વેદના વ્યક્ત કરતા વેપારીઓ, વ્યવહારુ ઉકેલ જરૂરી

ગુજરાતમાં કોરોનાથી બચવા માટે અને સંક્રમણ અટકાવવા માટે નાઈટ કર્ફ્યું ઉપરાંત ત્રણ ડઝન શહેરોમાં જાહેર કરવામાં આવેલા અઘોષિત લોકડાઉન જેવા નિયંત્રણો અને નીતિ નિયમો સામે હવે વેપારી આલમમાંથી ઉભો થયેલો વિરોધ્ધનો સૂર વાવાઝોડાનું રૂપ લઇ રહ્યો છે. વેપારી આલમની હવે ધિરજ ખુંટી ગઈ હોય એવું લાગે છે. રાજકોટનાં ગુંદાવાડી વિસ્તારનાં વેપારીઓએ સરકારનાં દિવસનાં નિયંત્રણો સામે જોરદાર અવાજો ઉઠાવ્યો છે. અને આંશિક પગલાને ધંધા રોજગાર માટે ખૂબ જ નુકશાન કારક બનાવી વિરોધ્ધનો બુંગીયો ફૂકી દીધો છે.

Subscribe Saurashtra Kranti here

ગુંદાવાડીનાં વેપારીઓએ શહેરની અન્ય તમામ વેપારી આલમની જેમ એવી આગ્રહ ભરી માંગણી કરી છે કે અધકચરા નિયંત્રણોને કારણે વેપારીઓ એમને નાના મોટા ધંધાર્થીઓના ધંધા રોજગાર ઠપ થઇ જવા પામ્યા છે અને ભારે આર્થિક નુકશાનીના ખાડામાં ઉતરી ગયા છે. આથી વેપારીઓએ એવી બુલંદ માંગણી કરી છે કે કા તો સરકારે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવું જોઈએ અથવા તો હાલ બંધ રહેતી દુકાનો અને બજારો ખોલવાની મંજુરી આપવી જોઈએ.

કોરોના મહામારીનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારે હાલ જે રસ્તો અપનાવ્યો છે અને અઘોષિત લોકડાઉન જેવા પગલા લીધા છે તેનાથી સંક્રમણ અટક્યું કે નહીં એ આખો મુદ્દો જુદી ચર્ચાનો વિષય બન્યો છે. અત્યારે તો સરકારનાં પગલાથી હવે વેપારીના આલમ કંટાળી ગયા છે અને તેની ધિરજ ફૂટી ગઈ છે. એ દર્શાવતા વિરોધ્ધનાં અવાજો શહેરનાં ખૂણે ખૂણેથી સંભળાઈ રહ્યા છે. વેપારીઓ કહે છે કે સરકારનાં અધકચરા અને કોઈ અર્થ વગરના પગલાની ધાર્યસર થઇ નથી.

ચા અને પાનના ગલ્લા વાળા બંધ શેરીઓમાં બેસીને પોતાનો ધંધો ચાલુ રાખે છે. પાન અને ચા વાળા તો હોમ ડીલેવરી પણ ચાલુ છે. પણ મુખ્ય બજારોમાં દુકાનો ધરાવતા વેપારીઓ તરત તંત્રની નજરે ચડી જતા હોય છે એમને શટર પાડી દેવા પડે છે. પરિણામે નાના મોટા વેપારીઓના ધંધા ભાંગી ગયા છે. જબર આર્થિક નુકશાન થઇ રહ્યું છે. આમ જોવા જાવ તો સરકારનાં પગલા એક ને ગોળ બીજાને ખોળ જેવા છે. હવે દુકાનો અને સલુન બંધ હોય છે.

રીટેઈલરનાં ધંધા બંધ હોય છે. તો બીજી તરફ કરીયાણા, રેસ્ટોરાં તો ચાલુ છે. શું એમના થી કોરોના સંક્રમણ ફેલાતું નહીં હોય? દિવસ આખો શહેરમાં લોકો ભટકતા રહે છે. શાકભાજી, ફ્રુટ બજારો અને રેકડીઓ પર જબરી ભીડ ઉમડતી રહે છે. શું તેનાથી કોરોના ફેલાતો નથી? શું માત્ર વેપારીઓથી જ કોરોના ફેલાઈ છે? આવા નિયંત્રણો બિલકુલ અવ્યવહારુ ગણાવી શહેરી વેપારીઓને ધંધા ખોલવા દેવાની માંગણી કરી છે.

Read About Weather here

સરકારે નિયંત્રણો લાગુ કરાતી વખતે તેને લોકડાઉન એવું નામ નહીં આપીને એવો દેખાવ કર્યો છે કે આવા નીતિ નિયમો લોકડાઉન નથી. પણ શું લોકડાઉનને કોઈ શીંગડા હોય છે. બધું બંધ હોય એટલે એ લોકડાઉન જ ગણાય એ વાત નાનું બાળક પણ સમજી શકે છે ને સરકાર અમને કોઈ અલગ પ્રકારની ગોળી પાઈ રહી છે. વેપારી આલમ હવે સહન કરવા માંગતી નથી.

વેપારીઓ કાનૂન ભંગ કરવાનો મિજાજ પણ બતાવી રહ્યા છે. તેની માંગણી એવી છે કે નાના વેપારીઓને કમસે કમ અડધો દિવસ ધંધો કરવાની છૂટ આપવી જોઈએ. જેથી કરીને એમની જંગી ખોટ થોડી ભરપાઈ કરી શકાય. જો રાજ્ય સરકાર વેપારીઓની લાગણી અને માંગણી મુજબ નિર્ણય નહીં લે તો વેપારીઓ ગોંધીચિંધ્યા માર્ગે સવિનય કાનૂન ભંગ કરશે એવા અવાજો બજારોમાંથી ઉઠી રહ્યા સંભળાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here