રાજકોટનાં માર્ગો પર રખડુ શ્વાનનું સામ્રાજ્ય, કરડવાની 3716 ઘટનાઓ

રાજકોટનાં માર્ગો પર રખડુ શ્વાનનું સામ્રાજ્ય, કરડવાની 3716 ઘટનાઓ
રાજકોટનાં માર્ગો પર રખડુ શ્વાનનું સામ્રાજ્ય, કરડવાની 3716 ઘટનાઓ

શ્વાન કરડવાની સૌથી વધુ ઘટનાઓ પ્રણામી ચોક, રામપાર્ક, નારાયણનગર, આંબેડકર, નાનામવા, નંદનવન પાર્ક વગેરે વિસ્તારોમાં નોંધાઈ

જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં શ્વાન કરડવાના કુલ 3899 કિસ્સા નોંધાતા હલચલ: મનપા પાસે ઉપલબ્ધ ડોગ બાઈટના ઇન્જેક્શનમાંથી 25721 ડોઝનો વપરાશ

રાજકોટ શહેરમાં શેરી-ગલ્લીઓ અને માર્ગો પર રઝળતા શ્વાનનાં કરડવાના બનાવો એકદમ વધી ગયા હોવાથી રખડું શ્વાનની ટોળકીઓએ જાણેકે શહેરને બાનમાં લીધું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

રાજકોટ મનપા આરોગ્ય શાખાએ આપેલા આંકડા મુજબ વર્તમાન વર્ષમાં જાન્યુઆરીથી નવેમ્બર સુધીનાં માત્ર 11 માસના ગાળામાં શ્વાન કરડવાની 3716 જેટલી ઘટનાઓ મનપાનાં ચોપડે નોંધાઈ છે.

આથી ડોગબાઈટ માટેનાં ખાસ ઇન્જેક્શનનો મોટા પાયે વપરાશ કરવો પડ્યો છે. એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધીમાં ડોગબાઈટનાં સૌથી વધુ એટલે કે 3899 કિસ્સા નોંધાયા હતા. આ વર્ષે પણ પરિસ્થિતિ એટલી જ ગંભીર રહી છે અને રખડું શ્વાન શહેરીજનો માટે દિવસે-દિવસેમાથાનો દુ:ખાવો બની રહ્યા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

મનપાની યાદી અનુસાર ચાલુ વર્ષે 11 માસમાં શ્ર્વાન કરડવાની સૌથી વધુ ઘટનાઓ જોઈએ તો નાનામવા માં 427, નંદનવનમાં 315, પ્રણામી ચોકમાં 310, રામપાર્કમાં 304, મવડી 322, આંબેડકરનગરમાં 196, આઈએમએ વિસ્તારમાં 180, શ્યામનગરમાં 256, નારાયણનગરમાં 157, કબીરવન વિસ્તારમાં 118, કોઠારીયા વિસ્તારમાં 224, ભગવતીપરામાં 89, હુડકોમાં 99, જંકશન પ્લોટમાં 175, સદર બજારમાં 95, વિજય પ્લોટમાં 79 અને રામનાથપરામાં 46 કિસ્સાઓ ડોગબાઈટનાં નોંધાયા છે.

લગભગ તમામ વિસ્તારોમાં અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. જેનાથી જે તે વિસ્તારનાં કાયમી રહેવાસીઓ, વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.

હાલ મહાનગરપાલિકા પાસે ડોગબાઈટનાં ઈલાજનાં ઇન્જેક્શનનો 17128 જેટલો જથ્થો ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં ઇન્જેક્શનનાં 25721 ડોઝનો વપરાશ થઇ ગયો છે. રાજ્ય સરકારે મનપાને ઇન્જેક્શન ફાળવ્યા છે.

રાજકોટ શહેરમાં રખડું શ્ર્વાનનાં વધતા જતા આતંકથી નાગરિકોને ઉગારવા માટે મનપાએ તાત્કાલિક ધોરણે યોગ્ય ઉપાયો કરવાની જરૂર છે. રાજકોટ શહેરમાં અત્યારે ગમે તે કારણોસર શ્વાન પકડવાની ઝુંબેશની કામગીરી શૂન્ય સ્તરે આવી ગઈ છે તેવું લોકોનું કહેવું છે.

રહેણાંક વિસ્તારોમાં વધતી જતી ડોગબાઈટની ઘટનાઓ ચિંતાપ્રરક એટલા માટે વધુ છે કે રહેણાંક વિસ્તારોમાં, શેરી-ગલ્લીઓમાં, સોસાયટીની બહાર, રસ્તા પર નાના-નાના બાળકો સવાર સાંજ રમતા હોય છે.

હિંસક બનેલા શ્વાનની ટોળકીઓ જો આવા બાળકોને કરડી ખાઈ તો ગંભીર ઘટના બનવાની ભીતિ રહે છે. માર્ગો અને શેરી-ગલ્લીઓમાંથી ચાલીને પસાર થતા સિનીયર સિટીઝન ઉપર પર સતત ભય ઝળુંબતો રહે છે. રાજકોટમાં કોણ જાણે કેમ શ્વાન પકડવાની ઝુંબેશશરૂ થાય છે તો પણ અચાનક અટકાવી દેવામાં આવે છે.

Read About Weather here

જીવતા જાગતા માનવીને બદલે શ્વાન જેવા જનાવરની વધુ ચિંતા જેમને સતાવતી હોય છે એવા કહેવાતા જીવદયા પ્રેમી સંગઠનો આવી કાર્યવાહીને અટકાવી દેતા હોય છે. એ જાણવા મળે છે. પરિણામે હજારો શહેરીજનો પર ગંભીર શ્વાન એટેકનો ખતરો યથાવત રહ્યો છે. મનપા યુધ્ધનાં ધોરણે પગલા લે અને જીવદયાનાં નાટકવેળા કરતા સંગઠનોની વાત ન માને એ શહેરીજનો માટે હિતકારક રહેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here