રાજકોટનાં માધાપર ધાર વિસ્તારમાં અસામાજિક તત્વો બેકાબુ

રાજકોટનાં માધાપર ધાર વિસ્તારમાં અસામાજિક તત્વો બેકાબુ
રાજકોટનાં માધાપર ધાર વિસ્તારમાં અસામાજિક તત્વો બેકાબુ

મહિલાઓ સાથે બેફામ વાણી-વર્તન, પાઈપ અને પથ્થરોના ઘા કરતા બુટલેગર: એક બુટલેગર સામે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ
ઘર પાસે ગાળાગાળી કરવાની ના પાડનાર દુકાનદાર પર પાઈપ, ધોકા, પથ્થરોથી હુમલો: હુમલામાં ઘાયલ એક દુકાનદારને સિવિલ હોસ્પિટલ ખસેડાયા
બુટલેગરોની દાદાગીરીથી વાજ આવી રસ્તા પર નીકળી પડી સેંકડો બહેનોએ માધાપરનાં મુખ્ય ચોકમાં બુટલેગર ટોળકી અને તેના પરિવારો સામે ઉગ્ર વિરોધ
માધાપરનાં કુખ્યાત ગણાતા લાલો અને રઘુ સહિતનાં શખ્સો સામે ભારે રોષ ઠાલવતી લતાની બહેનો: બુટલેગરો રાત-દિવસ નશો કરી ગાળાગાળી, ધાક ધમકી, ત્રાસનું વાતાવરણ સર્જી રહ્યા હોવા છતાં પોલીસ મૌન હોવાનો બહેનોનો સ્પષ્ટ આક્ષેપ

રાજકોટમાં ઘણીવખત એવી ઘટનાઓ બની જાય છે કે, શાંતિપ્રિય અને કાયદાપાલક નાગરિકને એવું લાગવા મંડે છે કે, આ મહાનગરમાં કાયદો અને વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. અસામાજિક તત્વોની ટોળકીઓ ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેવા સંજોગોમાં ધાક-ધમકી, દાદાગીરી અને ગાળાગાળીનું

Visit Saurashtra Kranti Homepage here

વાતાવરણ સર્જતી રહે છે. પરંતુ પોલીસની લાલઆંખનાં અભાવે આવા તત્વોને મોકળું મેદાન મળી જાય છે. આવી વરવી વાસ્તવિકતાને પુરવાર કરતી એક વધુ ઘટના માધાપર ધાર વિસ્તારમાં બની છે.

જ્યાં અસામાજિક તત્વોએ ભય અને આતંકનું એવું વરવું પ્રદર્શન કરીને આખો વિસ્તાર એક તબક્કે બાનમાં લઇ લીધો હતો. અસામાજિક તત્વો બેફામ બની જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

બુટલેગરો તરીકે અહીં અનૈતિક પ્રવૃતિઓ કરતા માથાભારે શખ્સો અને તેમના પરિવારોએ લતાની બહેનો સાથે પણ અણછાજતું વર્તન કર્યું હોવાની ગંભીર ફરિયાદો સાંભળવા મળી છે.

એક દુકાનદારને ધોકા-પાઈપ અને પથ્થરોથી માર મારવામાં આવતા એમને ઈજા થયાની લાલો સહિતનાં કેટલાક શખ્સો સામે રાત્રે પોલીસમાં ફરિયાદ દાખલ થઇ હતી. દુકાનદારને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સવારે વિફરી ઉઠેલી લતાની સેંકડો બહેનો રણચંડી બનીને ઘરની બહાર નીકળી પડી રસ્તા પર આવી ગઈ હતી અને બુટલેગરોની દાદાગીરી, દમન અને ત્રાસ વિરુધ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા. સવારે બહેનોનાં ધાડેધાડા બહાર આવી જતા આખા રાજકોટનું મીડિયા ઉમટી પડ્યું હતું.

Read About Weather here

સૌરાષ્ટ્ર ક્રાંતીનાં પ્રતિનિધિ સાથે વાતચીત કરતા બહેનોએ રડતી આંખે અને ધ્રુજતા અવાજે એમની વ્યથા વ્યકત કરી હતી અને અમારા પ્રતિનિધિ સમક્ષ બુટલેગર ટોળકીનાં ત્રાસની સિલસિલાબંધ વિગતો આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here