રાજકોટનાં પોલીસ બેડાને ઘેરી લેતો કોરોના, 44 થી વધુ સંક્રમિત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ડીસીપી મીણા,એસીપી એસ.ડી.પટેલ, પીઆઈ એમ.એન.બોરીસાગર અને મહિલા પીએસઆઈ ગઢવી સહિત સ્ટાફનાં 44 ને સંક્રમણ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીએ આડો આંક વાળી દીધો છે અને રોજેરોજ નવા કેસો ઉછાળા મારી રહ્યા છે. રાજકોટ પોલીસ બેડામાં તો કોરોના સંક્રમણ રોકેટ ગતિએ પ્રસરી જતા પોલીસ બેડામાં સન્નાટો પ્રસરી ગયો છે. ટોચના અધિકારીઓ સહિત 44 થી વધુ પોલીસ કર્મીઓને સંક્રમણ લાગુ પડ્યું છે. એક મહિલા કોન્સ્ટેબલને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાએ જાણે કે શહેર પોલીસ તંત્રને ઘેરો નાખી દીધો હોય તેમ છેલ્લા 24 કલાકમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.ડી.પટેલ, પીઆઈ એમ.એન. બોરીસાગર અને મહિલા પીએસઆઈ ગઢવી સહિત 44 જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થઇ ગયા છે. જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
અન્ય સરકારી કચેરીઓમાં પણ સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે.

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડા, ગોંડલનાં મામલતદાર કે.વી.નકુમ, ધોરાજીનાં મામલતદાર કે.ટી.જોલાપરા, જામનગર જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જામનગર મહિલા બેંકનાં ચેર પર્સન શેતલબેન શેઠ, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડીયા અને જામનગરનાં ના.મ્યુ.કમિશનર એ.કે.વસતાણી કોરોના સંક્રમિત થઇ ગયા છે.

Read About Weather here

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં નવા 5469 કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1440, સુરતમાં 1558, રાજકોટમાં 529, વડોદરામાં 445, જામનગરમાં 312, ભાવનગરમાં 97, જૂનાગઢમાં 83, દેવભૂમિ દ્વારકામાં 21, કચ્છમાં 53 અને અમરેલીમાં 42 તેમજ મોરબીમાં 54 નવા કેસો નોંધાયા હતા. અમદાવાદમાં તો 6 નાં મોત થયાનું નોંધાયું છે. ત્રીજીવેવમાં પહેલીવખત રાજ્યમાં કોરોનાથી એક દિવસમાં સૌથી વધુ 12 નાં મોત થયાનું નોંધાયું છે. ત્રણ દિવસમાં જ નવા કેસોમાં 107 ટકાનો ઉછાળો થયો છે. અત્યારે એક્ટીવ કેસોની સંખ્યા રાજ્યમાં 90 હજારનો આંકડો પાર કરી ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here