ચા કરતા કીટલી વધુ ગરમ હોવાનો તાલ દર્શાવતો કિસ્સો
રાજકોટ શહેરમાં અનેક નાની-મોટી ઘટનાઓ બનતી હોય છે. શહેરમાં ત્રણ દિવસ પહેલા બનેલ ઘટનાએ શહેરભરમાં ચર્ચાઓ જગાડી છે. રાજકોટ પોલીસનાં એક પીએસઆઈ એ એક ધારાસભ્યનાં સગા-સંબંધીની ગાડી રોકીને ચેક કરવાનું કહેતા સબંધીએ ગાડીની નીચે ઉતરી ગાડી કેમ ચેક કરવી છે
Visit Saurashtra Kranti Homepage here
એવું કહીં પીએસઆઈ ને બે ફડાકા ઝીંકી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ફડાકા તો ઠીક પણ ધારાસભ્યનાં સગા હોવાથી ચા કરતા કીટલી ગરમની જેમ લમણે બંદૂક પણ મૂકી હતી. આ બનાવ બનતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.
વધુમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, પીએસઆઈ ને ફરિયાદ કરવી હતી પણ ઉપરી અધિકારીઓએ તેને ફરિયાદ કરતા રોક્યા હતા અને ફરિયાદ ન કરવા સમજાવવામાં આવ્યા હતા. જેથી કોઈ ફરિયાદ ન નોંધાઈ અને ફડાકા કાંડની વાત બહાર જ ન આવી.
શહેર પોલીસે આવી સમજાવટ શું કામ કરી?, કેમ ફરિયાદ કરતા રોકવામાં આવ્યા? તે વાતે અનેક પ્રશ્નોનો માળો સર્જી દીધો છે. ધારાસભ્યનાં આ સંબંધીને પાઠ કેમ ન ભણાવામાં આવ્યો? ક્યાં સ્તરેથી ભલામણનો ધોધ વહ્યો હશે કે વાતને રફેદફે કરી દેવામાં આવી.
શહેર પોલીસમાં આ ઘટના બનતા ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ પોલીસ જે રીતે શહેરીજનોને કાયદાનું ભાન કરાવતી હોય છે. તે રીતે આ કેસમાં કેમ પગલા લેવામાં ન આવ્યા?
Read About Weather here
તે વાત ચર્ચાએ ચડી છે. પોલીસ બેડામાં મનોમન વિચારી રહ્યા છે આવી ઘટના સાંખી ન લેવાય કડક પગલા લેવાય તે જરૂરી છે. પણ ખુલ્લા મનથી કોઈ કહીં શકે તેમ નથી. સુત્રો દ્વારા મળેલ માહિતી જાણીને પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here