બિગ બોસ પછી કપલના સંબંધોમાં ઘણી સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી, જેના સુધારવાનો બંનેએ પ્રયાસ પણ કર્યો. પરંતુ જ્યારે કોઈ સુધારો ન થયો તો બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. રાખી સાંવતે તેના પતિ રિતેશ સાથે અલગ થવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી તેણે પોતોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને આપી છે. રાખીએ પોસ્ટ શેર કરી, ડિયર ફેન્સ, તમને લોકોને જણાવવા માગુ છું કે હું અને રિતેશ એકબીજાથી અલગ થઈ ગયા છીએ.
Visit Saurashtra Kranti Homepage here
બિગ બોસ પછી ઘણું બધું થયું અને ઘણી વસ્તુઓ એવી હતી જે મારા કંટ્રોલ બહાર હતી. અમે બંનેએ ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે મેં નક્કી કર્યું કે હવે અમારે બંનેએ પોતાની લાઈફ અલગ અલગ વિતાવવી જોઈએ.રાખીએ આગળ લખ્યું, હું ખૂબ જ દુઃખી છું કે આ બધું વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા થયું. પરંતુ નિર્ણય તો લેવાનો જ હતો. આશા રાખું છું કે રિતેશની સાથે બધુ સારું રહેશે. મારે આ સમયે મારા કામ પર ધ્યાન આપવાનું છે, મારી જાતને હેલ્ધી અને ખુશ રાખવાની છે.
Read About Weather here
બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત બાદ હવે તેનો પતિ રિતેશ પણ રિયાલિટી શો બિગ બોસ 15માં જોવા મળશે. રાખીએ 28 જુલાઈ 2019માં NRI રિતેશ સાથે લગ્ન કર્યા હતા, જો કે તેને હજી સુધી તેના પતિનો ફોટો બતાવ્યો નથી. ઘણા લોકોએ તો એટલે સુધી કહ્યું હતું કે રાખીએ લગ્નનું નાટક કર્યું છે. આવી સ્થિતિમાં રિતેશને જોવો એ દરેક માટે એક્સાઇટિંગ હશે. મને સમજવા અને સપોર્ટ કરવા માટે આપ સૌનો આભાર. રાખી સાવંત.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here