રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો

રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો
રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો
ગુરુવારે LPG ગેસના ભાવમાં વધારો થયો છે. દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. ઘરેલુ એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં LPG સિલિન્ડરની કિંમત 1005 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે.

Visit Saurashtra Kranti Homepage here

રાંઘણ ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે.ઘરેલુ એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ રૂ.8 મોંઘું થયું છે. આજથી દિલ્હીમાં 19 કિલોનું સિલિન્ડર રૂ. 2354, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નઈમાં 2507 રૂપિયામાં મળશે.

Read About Weather here

તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ કોમર્શિયલ ગેસ-સિલિન્ડર 10 રૂપિયા સસ્તું થયું હતું.આ વર્ષે એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. 1લી એપ્રિલે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 250નો વધારો જોવા મળ્યો હતો. અગાઉ 1 માર્ચ 2022ના રોજ કોમર્શિયલ એલપીજીની કિંમત 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગેસ-સિલિન્ડરની કિંમતોમાં વધારો કરાઈ રહ્યો છે.ત્યાર બાદ એની કિંમત 2253 રૂપિયા થઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here