રહસ્યમયી રીતે જમીન પડ્યા પક્ષીઓ…!

રહસ્યમયી રીતે જમીન પડ્યા પક્ષીઓ...!
રહસ્યમયી રીતે જમીન પડ્યા પક્ષીઓ...!
ઘટના 7 ફેબ્રુઆરીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્વિટર પર 14 લાખથી વધુ વખત આ વીડિયો જોવાયો છે. ઉત્તરી અમેરિકામાં એક અનોખી ઘટના સામે આવી છે, જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં પક્ષીઓનું એક ઝુંડ ઊડતાં ઊડતાં એમાંથી અચાનક જમીન પર પડ્યાં હતાં. ઝુંડમાં સેંકડો પીળા માથાવાળાં બ્લેક બર્ડ્સ સામેલ હતાં.

Visit Saurashtra Kranti Homepage here

એમાં અનેક પંખીઓનાં મોત નીપજ્યાં.  અનેક લોકોએ આ ઘટનાને લઈને પોલ્યૂશન, 5G ટેક્નોલોજી અને વીજળીના તારને જવાબદાર ગણાવ્યાં છે.બર્ડ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ- ઘટનાનું કારણ એવું પણ હોય શકે છે કે પેરેગ્રીન કે બાજ જેવાં કોઈ મોટાં પક્ષીએ શિકાર કરવાનો પ્રયાસ કર્યો હોય, જેના કારણે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓ જમીન પર પડીને મરી ગયા હોય.અમેરિકામાં 5G હોમ ઈન્ટરનેટ સર્વિસ ઓક્ટોબર 2018થી શરૂ થઈ ગઈ છે.

આ હાઈ સ્પીડ ઈન્ટરનેટ ટેકનિક સૌથી પહેલાં એપ્રિલ 2019માં સાઉથ કોરિયામાં લોન્ચ કરાઈ હતી. જે બાદ આ ટેક્નિક સાથે વધુ 26 દેશ જોડાયાં. હાલ 5Gના 19 કરોડથી વધુ સબ્સ્ક્રાઈબર છે. જેમાંથી મોટા ભાગે ચીનના છે, જ્યાં 5G ઓક્ટોબર 2019માં જ લોન્ચ થયું હતું.આ ટેક્નિકને સ્માર્ટફોન જ નહીં પણ અનેક પ્રકારનાં ઈક્વિપમેન્ટને જોડવા માટે તૈયાર કરવામાં આવી છે. 5G 3 બેન્ડમાં કામ કરે છે, જેમ કે લૉ, મિડ અને હાઈ ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ. લૉ બેન્ડ સ્પેક્ટ્રમમાં સ્પીડ 100 Mbps(મેગાબિટ્સ પ્રતિ સેકન્ડ) સુધી સીમિત હોય છે.

Read About Weather here

મિડ-બેન્ડ સ્પેક્ટ્રમ લૉ બેન્ડની તુલનાએ હાઈસ્પીડ આપે છે. આ પહેલી વખત નથી કે જ્યારે 5Gને પક્ષીઓની સાથે થયેલી દુર્ઘટના માટે જવાબદાર માનવામાં આવે છે.2021માં ભારતમાં બર્ડ ફ્લૂથી પક્ષીઓ મર્યા હોય તેવી ઘટનાઓ સામે આવી હતી. એવું માનવામાં આવે છે કે JIOના 5Gના ટેસ્ટિંગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યાં છે. હવે મેક્સિકોમાં પક્ષીઓની સાથે થયેલી દુર્ઘટનાનું કારણ 5Gને માનવામાં આવે છે.જો કે તેમાં કવરેજ એરિયા અને સિગ્નલની મર્યાદાઓ છે હાઈ-બેન્ડ સ્પેક્ટ્રમમાં સ્પીડ 20 Gbps(ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ) થઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here