રસ્તા પરના ખાડા બુરતા ‘આપ’ ના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!

રસ્તા પરના ખાડા બુરતા ‘આપ’ ના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
રસ્તા પરના ખાડા બુરતા ‘આપ’ ના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓની હાલત ખરાબ છે. મોટા શહેરોમાં કરોડો રૂપિયા ખર્ચ્યા પછી જે રસ્તા બનાવ્યા છે તે આજે મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયા છે. આજે દરેક વ્યક્તિ જાણે છે કે શાસકોના ભ્રષ્ટાચારને કારણે રસ્તાઓની હાલત બદતર થઈ ગઈ છે. ઘણી જગ્યાએ તો એવી સ્થિતિ સર્જાઈ હતી કે આખા વાહનો ખાડાઓમાં ડૂબી ગયા હતા. પરંતુ તે ખાડાઓના સમારકામ માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેવા આક્ષેપ સાથે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રસ્તા રીપેરીંગ કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આમ આદમી પાર્ટીએ પોતાની જવાબદારી સમજીને રાજકોટમાં ખાડાઓ, પુરવાનું કામ કર્યું હોવાનું જણાવીને રાજકોટ જિલ્લા પ્રમુખ ચેતન કમાણીની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ રામાપીર ચોક (150 ફૂટ રીંગ રોડ) ખાતે ગઈકાલે ખાડાઓનું સમારકામ કર્યુ હતું. સત્તાધારી પક્ષ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે અને તેમને જનતાની સમસ્યાઓ દેખાતી નથી. તેથી જ આમ આદમી પાર્ટીએ આ કરવાની ફરજ પડી છે. તેવો તેમણે આક્રોશ ઠાલવ્યો હતો.

વધુમાં ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટી ની વધતી લોકપ્રિયતાથી અને વધતા જનસમર્થનથી શાસકો અત્યંત હેરાન – પરેશાન થઈ ગયા છે. આ જ કારણથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પોલીસને મોકલીને નેતા તથા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે . આખા રાજકોટ શહેરમાં ખાડાઓના કારણે જનતા પરેશાન છે અને જનતાની આ પરેશાનીને દૂર કરવા માટે આમ આદમી પાર્ટી ખાડા પુરવાનું કામ કરી રહી છે ત્યારે તાનાશાહી વલણ અપનાવીને આ કાર્યને રોકવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હિરાસતમાં લેવામાં આવે છે. આ બધી જ ઘટનાઓને જનતા જોઈ રહી છે.

આદમી પાર્ટીના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, ટ્રેડવિંગ ગુજરાત પ્રદેશ પ્રમુખ શિવલાલ પટેલ, લોકસભા મહામંત્રી દિલીપસિંહ વાઘેલા, રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ સહમંત્રી તેજસ ગાજીપરા, સાથે લાલજીભાઈ ચૌહાણ, હીરાભાઈ સભાદ તથા અમનભાઈ ગોહેલની પોલીસ દ્વારા ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી. આ તકે તેઓએ આક્ષેપ કર્યો.

Read About Weather here

ગુજરાતનું દરેક બાળક પણ જાણે છે કે, શાસકો નાના-મોટા દરેક કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર આચરે છે અને તેના કારણે સમગ્ર રસ્તાઓ તૂટી ગયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને કાર્યકરોએ આ કામ શરૂ કર્યું ત્યારે ત્યાં હાજર લોકોએ તેમના કામની પ્રશંસા કરી છે.
આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ જનતાની સેવા કરવા માટે રસ્તા પર પરસેવો પાડી રહ્યા છે પરંતુ શાસક નેતાઓ હજુ પણ પોતાના ઘરે બેઠા છે. કારણ કે જનતા જે પ્રશ્ર્નો પૂછશે તેના જવાબો તેમની પાસે નથી. જનતા તંત્રથી નારાજ છે. શાસક નેતાઓ ત્યાં જ દેખાય છે જ્યાં ભ્રષ્ટાચાર કરવાનો હોઈ છે. જેથી આજે પણ લોકો ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમ આપી આદમી પાર્ટીના નેતાઓએ અંતમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here