રસ્તાના કામોમાં ચોરી અટકાવવા મ્યુ. કમિશનરનો એકશન પ્લાન

રસ્તાના કામોમાં ચોરી અટકાવવા મ્યુ. કમિશનરનો એકશન પ્લાન
રસ્તાના કામોમાં ચોરી અટકાવવા મ્યુ. કમિશનરનો એકશન પ્લાન

નવા અથવા જુના રસ્તાની કામગીરી દરમ્યાન સારી ગુણવતા વાળી ખનીજો વહેચી શકાશે નહી: મેઝરમેન્ટ બુકમાં નોંધ કરવાની રહેશે

રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં આવેલ દરેક વોર્ડમાં બાંધકામ શાખા દ્વારા નવા રસ્તાઓ તથા હયાત જૂના રસ્તાઓને ડેવલપ કરવાની કામગીરી વખતે રસ્તાના ખોદાણ કામ દરમિયાન નીકળતા અને મૂળ કામના ટેન્ડર સ્પેશીફિકેશન મુજબની સારી ગુણવત્તા ધરાવતા ખનીજ મટીરીયલ્સ જેવા કે, સોફ્ટ મોરમ, હાર્ડ મોરમ, ફિલ્ડ મેટલ, ડબર (કાળા પથ્થર) વિગેરેનો જથ્થો બારોબાર વેચાણ થઇ જવાનું/ચોરાઇ જવાનું ધ્યાને આવતા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ બાંધકામ શાખા દ્વારા નવા રસ્તાઓ તથા હયાત જૂના રસ્તાઓને ડેવલપ કરવાની કામગીરીના અંદાજપત્રક/ટેન્ડર તૈયાર કરતી વખતે ટેન્ડરની શરતો તથા સમજૂતીમાં કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ કરવા સૂચના આપેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રસ્તા કામ વખતે રસ્તાના ખોદાણ દરમ્યાન ખનીજ ચોરી થતી હોવાની નાગરિકો તરફથી રજૂઆત મળી હોવાનું મ્યુનિ. કમિશનર અમિત અરોરાના ધ્યાન પર મુક્યું હતું અને ખનીજ ચોરી અટકાવવા આવશ્યક પગલાંઓ લેવા જોઈએ તેવી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને કમિશનરએ એક પરિપત્ર દ્વારા હવે નવા રસ્તાઓ તથા હયાત જૂના રસ્તાઓને ડેવલપ કરવાની કામગીરીના અંદાજપત્રક/ટેન્ડર તૈયાર કરતી વખતે ટેન્ડરની શરતો તથા સમજૂતીમાં જે મુદાઓ ઉમેરવા સૂચના આપેલ છે. જેમાં ખોદાણ કામ દરમિયાન નીકળતા અને મૂળ કામના ટેન્ડર સ્પેશીફિકેશન મુજબની સારી ગુણવત્તા ધરાવતા મટીરીયલ્સ જેવા કે, સોફ્ટ મોરમ, હાર્ડ મોરમ, ફિલ્ડ મેટલ, ડબર વિગેરેનો જથ્થો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ હોય,

Read About Weather here

તેને સંબંધિત ટેન્ડર કામમાં જ વપરાશ કરવાનો રહેશે, જે જથ્થા માટેનું ચૂકવણું કરવાનું રહેશે નહીં તેમજ તેની સંપૂર્ણ વિગત મુળ કામની મેઝરમેન્ટ બુકમાં નોંધવાની રહેશે. ખોદકામ દરમ્યાન નીકળેલ મટીરીયલ્સ કે જે મૂળ કામમાં ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તેવા કિસ્સામાં જે તે વોર્ડમાં કે રાજકોટ મહાનગરપાલિકાના અન્ય કામોમાં ઉપયોગ કરી શકાય તેમ હોય તો નિયમાનુસાર રીયુઝ કરવાનું રહેશે અને તેની નોંધ જે તે કામની મેઝરમેન્ટ બુકમાં કરવાની રહેશે. અન્યથા વેસ્ટ મટીરીયલ્સ ટેન્ડરમાં નિશ્ચિત કરેલ/સૂચના મુજબની જગ્યાએ જ નાખવાનું રહેશે. ખોદાણ કામ દરમિયાન નીકળતા અને મૂળ કામના ટેન્ડર સ્પેશીફિકેશન મુજબની સારી ગુણવત્તા ધરાવતા મટીરીયલ્સ જેવા કે, સોફ્ટ મોરમ, હાર્ડ મોરમ, ફિલ્ડ મેટલ, ડબર વિગેરેનો જથ્થો બારોબાર વેચાણ થઇ જવાનું/ચોરાઇ જવાનું ધ્યાને આવશે તો સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવીને સંબંધિત કામ રાખનાર એજન્સી સામે નિયમાનુસાર શિક્ષાત્મક પગલાં લેવાના રહેશે.(4.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here