રશિયા-યુક્રેન વચ્ચે વધતો તણાવ…!

રશિયા-યુક્રેન વચ્ચે વધતો તણાવ...!
રશિયા-યુક્રેન વચ્ચે વધતો તણાવ...!
પુતિનના આ પગલા બાદ જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમર્જન્સી બેઠક બોલાવી છે, જે હજુ ચાલુ છે. ઈમર્જન્સી બેઠકમાં ભારતે રશિયાના પગલા પર ચિંતા વ્યક્ત કરી હતી. રશિયાએ યુક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક-લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે આની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે પુતિને ડોનેત્સ્ક-લુહાન્સ્ક અને અલગતાવાદીઓના કબજાવાળા વિસ્તારમાં સેનાની તહેનાતી શરૂ કરી દીધી છે.UNSCમાં ભારતના પ્રતિનિધિ TS તિરુમૂર્તિએ કહ્યું- આ પગલાથી શાંતિ અને સુરક્ષાના ભંગ થઈ શકે છે. આ મુદ્દો રાજદ્વારી વાટાઘાટો દ્વારા જ ઉકેલી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ તરફ અમેરિકાએ કહ્યું હતું કે રશિયાનું આ પગલું યુક્રેનમાં ઘૂસણખોરીનું એક બહાનું છે. અમે અને અમારા સહયોગીઓ સહમત છીએ કે જો રશિયા વધુ ઘૂસણખોરી કરે છે તો તેને તાકીદે યોગ્ય જવાબ આપવો જોઈએ. અમેરિકાએ વધુમાં કહ્યું હતુ કે હવે કિનારે ઊભા રહેવાનો સમય નથી.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ રશિયા પર શાંતિ મંત્રણાને બગાડવાનો આરોપ લગાવ્યો હતો. મંગળવારે સવારે દેશને સંબોધિત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ક્ષેત્રીય વિસ્તાર અંગે કોઈપણ ક્ષેત્રે સમાધાન નહીં કરે. ઝેલેન્સ્કીએ અગાઉ રશિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “અમે ડરતા નથી.” યુક્રેન હજુ પણ પશ્ચિમી દેશોના સમર્થનની અપેક્ષા રાખે છે.રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનથી અલગ થયેલાં બે શહેરો ડોનેત્સ્ક-લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે.

પુતિને રાષ્ટ્રને સંબોધન કરતી વેળાએ આ જાહેરાત કરી હતી. પોતાના સંબોધનમાં પુતિને યુક્રેનને અમેરિકાની કઠપૂતળી ગણાવ્યું છે. પુતિનના આ નિર્ણયથી પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. પુતિને ડોનેત્સ્ક-લુહાન્સ્કમાં સેના મોકલીને શાંતિ અભિયાન હાથ ધરવાની જાહેરાત પણ કરી હતી.રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચરસસીમાએ છે. રશિયા આજે યુક્રેન પર હુમલો કરે એવી આશંકા અમેરિકાએ પણ વ્યક્ત કરી છે. બીજી તરફ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેન પ્રાંતનાં બે અલગ-અલગ ક્ષેત્રોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. સ્વઘોષિત ગણરાજ્ય ડોનેત્સ્ક-લુહાન્સ્કને અલગ દેશ તરીકે જાહેર કર્યા છે.સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ પુતિને સંબોધનમાં કહ્યું હતું કે નાટોમાં યુક્રેનનો સમાવેશ રશિયા માટે ખતરારૂપ છે. તેમણે દાવો કર્યો છે કે યુક્રેનમાં નાટો ટ્રેનિંગ સેન્ટર નાટોના સૈનિકોની ચોકી ઊભી કરવા બરાબર છે.

યુક્રેનનું સંવિધાન વિદેશી સૈન્ય બેઝ રાખવાની મંજૂરી આપતું નથી. આ ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિએ સંબોધમાં કહ્યું હતું કે યુક્રેનની યોજના પરમાણુ હથિયારો બનાવવાની છે.વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે યુક્રેનને સામૂહિક વિનાશનાં હથિયારો મળી જાય તો વૈશ્વિક સ્થિતિમાં મોટા પ્રમાણમાં બદલાવ થશે. છેલ્લા કેટલાક મહિનાઓથી યુક્રેન પશ્ચિમી હથિયારોથી ભરાઈ ગયું છે. નાટોના પ્રશિક્ષક યુક્રેનમાં સૈન્ય અભ્યાસ દરમિયાન સતત હાજર રહ્યા હતા. તેમણે અમેરિકા અને નાટો પર યુક્રેનને યુદ્ધના રંગમંચમાં બદલવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કહ્યું હતું કે યુક્રેન અમેરિકાની કોલોની બની ગયું છે, જ્યાં કઠપૂતળીની સરકાર ચાલી છે.

રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે યુક્રેન સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી, એટલે જ તેને અમેરિકા જેવી વિદેશી તાકાત પર નિર્ભર રહેવું પડ્યું છે. યુક્રેનના અધિકારીઓને રાષ્ટ્રવાદ અને ભ્રષ્ટાચારના વાઇરસનો ચેપ લાગ્યો છે. વિદેશી તાકાત દરેક સ્તરના અધિકારીને પ્રભાવિત કરી રહી છે. યુક્રેનમાં અમેરિકા દૂતાવાસ એન્ટી-કરપ્શન વાહનોનો કંટ્રોલ કરે છે. ત્યાં પણ રશિયન ભાષાને હાંસિયામાં ધકેલી દેવામાં આવી છે.આ ઉપરાંત વ્લાદિમીર પુતિને યુક્રેન પર ગેસની ચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો છે અને કહ્યું હતું કે તે ઊર્જાનો ઉપયોગ રશિયાને બ્લેકમેઇલ કરવા માટે વાપરતી હતી.

સોવિયત રશિયા પછી યુક્રેનના વ્યવહાર અંગે પણ હુમલો કરતાં તેમણે કહ્યું કે ત્યાંના નેતા કોઇપણ જવાબદારી વગર રશિયા પાસેથી ઘણી સારી અપેક્ષાઓ રાખે છે. પૂર્વ યુક્રેનમાં નવા નાઝિયોનો ઉદય થઈ રહ્યો છે.યુક્રેન સાથે ચાલી રહેલા તણાવ યુદ્ધમાં તબદિલ થશે કે નહીં, આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સોમવારે મોડી રાત્રે નિર્ણય લેશે. પુતિને સ્પષ્ટપણે કહ્યું છે કે તણાવને ખતમ કરવા માટે કોઈપણ પ્રકારના પીસ પ્લાનને કોઈ અવકાશ નથી. આ સાથે પુતિન કહ્યું હતું કે તે પૂર્વી યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા ડોનેત્સ્ક-લુહાન્સ્કને અલગ દેશની માન્યતા આપવા અંગે પણ નિર્ણય લેશે.

Read About Weather here

પુતિને મોસ્કોમાં ક્રિમલિન સિક્યોરિટી કાઉન્સિલ (રશિયાની સર્વોચ્ચ સુરક્ષા પરિષદ)ની અનશિડ્યૂલ્ડ ઈમર્જન્સી બેઠકમાં આ વાત કરી છે. આ બેઠકમાં રશિયાના ટોચના અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, જેમણે યોગ્ય પગલાં ભરવા માટે સંપૂર્ણ સમર્થન આપ્યું છે.પુતિને કહ્યું હતું કે તેઓ આજે પૂર્વી યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા ડોનેત્સ્ક-લુહાન્સ્કને અલગ દેશની માન્યતા આપવા અંગે નિર્ણય કરશે. રવિવારે મોડી રાત સુધી વિદ્રોહીઓએ યુક્રેનની સેનાનાં 16 સ્થળ પર ભારે બોમ્બમારો કર્યો હતો. સોમવારે મોસ્કોએ યુક્રેનના સૈનિકો પર રશિયાના સૈન્ય અડ્ડાઓનો નાશ કરવાનો આરોપ લગાવ્યો હતો.રશિયાના રાષ્ટ્રપતિનું આ નિવેદન ડોનેત્સ્ક-લુહાન્સ્કમાં રશિયાના વિદ્રોહીઓ તથા યુક્રેનની સેના વચ્ચે થયેલી અથડામણના સમાચાર વચ્ચે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here