રશિયા-યુક્રેન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન યુદ્ધ
યુક્રેનના લાખો લોકોને બીજા દેશમાં આશરો લેવો પડી રહ્યો છે રશિયા અને યુક્રેન 24 ફેબ્રુઆરીથી યુદ્ધ કરી રહ્યાં છે, રવિવારે 39માં દિવસે પણ બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી થઈ રહેલા હુમલામાં સામાન્ય લોકોનો સોથ વળી ગયો છે. તો અનેક શહેરો શ્મશાનમાં ફેરવાયા છે.. આ વચ્ચે ડેવિડ અરખામિયાએ યુક્રેનની ચેનલ પર જણાવ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની બેઠક તુર્કીમાં ઉચ્ચ શક્યતાઓ સાથે થઈ શકે છે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને રાજધાની કીવ સહિત મુખ્ય વિસ્તારમાં રશિયન દળને સફળતાપૂર્વક પીછેહટ કરાવવા માટે મજબૂર કરવા બદલ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અભિનંદન આપ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જોનસને કહ્યું કે રશિયાની સાથે ચાલી રહેલા યુદ્ધમાં દેશના અન્ય વિસ્તારમાં મોટા પડકારો પણ છે. બંને નેતાઓએ પુતિન પર આર્થિક દબાણ વધારવા માટે પ્રતિબંધો યથાવત રાખવાના મુદ્દે સહમતિ વ્યક્ત કરી છે.બાલ્ટિક દેશના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર મન્ટાસ કેવેદારાવિસિયસનું યુક્રેનમાં મોત નિપજ્યું છે. તેઓ મારિયુપોલમાં એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યાં હતા. લિથુઆનિયાના રાષ્ટ્રપતિ નૌસેદાએ રવિવારે આ અંગેની જાણકારી આપી.

નૌસેદાએ કહ્યું કે દેશના એક શાનદાર ફિલ્મ ડાયરેક્ટરને ગુમાવ્યા છે જેઓ યુક્રેનમાં કામ કરી રહ્યાં હતા અને રશિયન હુમલામાં માર્યા ગયા છે.યુક્રેનની રાજધાની કીવની આજુબાજુના વિસ્તારોને રશિયાની સેના ખાલી કરી રહી છે. અનેક વિસ્તારોમાં હૃદય કંપની ઉઠે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજધાની કીવની નજીક એક માર્ગ ઉપરથી 20 મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનનો દાવો છે કે આ લોકોના હાથ પાછળથી બાંધી તેમના માથામાં ગોળીઓ મારવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે જે મૃતદેહો મળી આવ્યા છે તેમા પુરુષો અને મહિલાઓ તથા 14 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ આતંકવાદી સંગઠન ISIS સાથે રશિયાની તુલના કરી છે. ટાઈમ્સ રેડિયો સાથે વાત કરતા દિમિત્રીએ કહ્યું- બુચા શહેરથી પીછેહઠ કરતી વખતે રશિયાના સૈનિકો ગુસ્સામાં સામાન્ય નાગરિકોની હત્યા કરી રહ્યા હતા. આ લોકો તેમનો વિરોધ પણ કરી શકતા ન હતા. રશિયા ISIS કરતાં પણ ખરાબ છે.રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં પોતાની રણનીતિ બદલી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે.

Read About Weather here

એક યુએસ અધિકારીના જણાવ્યા અનુસાર હવે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પર વિજય પ્રાપ્તિનું દબાણ છે. એવામાં પૂર્વીય યુક્રેનના પ્રદેશો છે જ્યાં રશિયન સેના હાવિ થઈ શકે છે અને એમ કરીને પુતિન વિજેતા બન્યાનો દાવો કરી શકે છે. રશિયા હવે યુક્રેનની રાજધાની કીવ પરથી નજર હટાવીને ડોનબાસ અને પૂર્વીય યુક્રેનના અન્ય પ્રદેશો પર મે મહિના સુધીમાં અંકુશ મેળવવા માટે ફોકસ કરી રહ્યું હોવાનું યુએસ ઈન્ટેલિજન્સના એસેસમેન્ટ્સમાં જણાવાયું હોવાનું કેટલાક યુએસ અધિકારીઓએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here